Lok Kathao

મલ્હારરાવની મેલડી - કડી


તમે માતાજી ને માનતા હોય તો લાઇક અને શેર કરો..


મેલડી માના ધામની વાત આવે ત્યારે મહેસાણા જીલ્લાના ગામ કડીનું નામ પહેલું આવે. અગાઉ કડી ગામ વડોદરાના ગાયકવાડનાં તાબા નીચે હતું. કડીની ખેતી-વિષયક આવક ઘણી હતી. વળી વડોદરાથી ઘણું દૂર હતું. નજીકનાં વિરમગામમાં નવાબનું રાજ હતું, નવાબને અંગ્રેજો જોડે સારી દોસ્તી હતી. અંગ્રેજોની મદદથી નવાબનો કડી પરગણું વડોદરા રાજ્યથી પડાવી લેવાનો મનસૂબો હતો. પાટણમાં સૂબો હતો, પણ પાટણ કડીથી ઘણું દૂર પડતું હતું. દુરન્દેશી ધરાવતા ખાંડેરાવ ગાયકવાડે નાના ભાઈ મલ્હારરાવને કડી પરગણું ચોથા ભાગે આપી દીધું. મલ્હારરાવમાં સારા રાજવીના બધા ગુણો હતા. લડાયક મલ્હારરાવથી નાના-મોટા રજવાડાની ફે ફાટતી. મલ્હારરાવે વડોદરાથી આવી કડી સંભાળી લીધું. 'કડી સોનાની દડી' કહેવાતું ઉદ્યોગ-ધંધા, રોજગાર અને ખેતીની એટલી બધી આવક હતી કે મલ્હારરાવનો ખજાનો છલકાવા લાગ્યો. સુખ અને સમૃદ્ધિ વધવા લાગી. મલ્હારરાવે કડીમાં સાત માળનો મહેલ બનાવડાવ્યો. મલ્હારરાવ મેલડી માતાના ભક્ત હતા, તેથી મહેલનાં સાતમાં માળે મેલડી માનું સ્થાનક બનાવ્યું. રોજ સવાર-સાંજ માને દીવો કરવાનો મલ્હારરાવનો નિયમ હતો. મલ્હારરાવ અંદરથી માતાના ભક્ત હતા તો ઉપરથી એટલા જ કઠોર પણ હતા.


એનો એક કિસ્સો ઘણો જ પ્રચલિત છે. મલ્હારરાવ મેલડી માતાના ભક્ત છે એની જાણ ધીરે ધીરે પ્રજામાં થઇ. કડી નીચે તે સમયે એકસો બાવન ગામ આવતા. ગ્રામપ્રજા રાજાને સારું લગાડવા મેલડી માની પૂજા કરવા લાગ્યા. પછી ધીરે ધીરે ગામે ગામ મેલડી માના ભૂવા ફૂટી નીકળવા માંડ્યા. ચોરે ને ચોટે મેલડી માતાનો મધ અને ઠેર ઠેર મેલડી માના ભૂવા. મલ્હારરાવને થયું કે, 'પ્રજા ખોટે રવાડે ચડી છે. મને સારું લગાડવા મેલડી માને ભજે છે ; ભાવથી ભજતા નથી. માટે મારે લોકોની આંખ ઉઘાડવી પડશે, નહિ તો શ્રદ્ધા નું સ્થાન અંધશ્રદ્ધા લઇ લેશે.' આમ વિચારી મલ્હારરાવે સાતમા માળે માતાજીનાં મઢમાં એક કોળાનો વેલો વાવ્યો. વેલો મોટો થવા લાગ્યો. નાના-નાના કોળાનાં ફળ લાગવા લાગ્યા, એટલે મલ્હારરાવે કુંભાર પાસેથી એક ઘડો મંગાવ્યો. કુંભાર સમજ્યો કે બાપુને જવારા વાવવા હશે. કુંભાર ઘડો આપી ગયો. મલ્હારરાવે વેલામાં લાગેલું એક નાનકડું કોળું ઘડામાં મૂકી તેને મોટું થવા દીધું. ધીરે ધીરે મોટું થતા કોળું માટીના ઘડામાં ચપોચપ બેસી ગયું. તરત મલ્હારરાવે આખા પરગણામાં વાયક મોકલ્યું કે કડીનાં મહેલમાં માતાજીનો માંડવો છે. એમાં ફક્ત મેલડી માતાના ભૂવા હોય એને ભાવભર્યું આમંત્રણ છે.


વાયક આખા પંથકમાં ફરી વળ્યું. બની બેઠેલા મેલડી માના ભૂવા ખુશખુશાલ ચારે કડીનાa મહેલમાં ભેગા થવા લાગ્યા. લીંબુની ફાડ જેવી આંખો, કપાળમાં હિન્ગલોજનાં ચાંદલા, કાળા ભમ્મર શરીર, તેલ વગરના સૂકા કાબરચિતરા વાળનાં ચોટલા, ગળામાં મોટા મોટા પારાની માળાઓ. મોટા ભાગે દારુનાં વ્યસની ભૂવાઓને જોઈ મલ્હારરાવ બોલ્યા : "ભૂવાઓ, તમારે દાણા જોવા હોય તો દાણા જોઇને કે જેમ પૂછવું હોય તેમ તમે માંલાડી માતાજીને પૂછીને મને જવાબ આપો કે આ મહેલના સાતમા માળે માતાજીના મઢમાં તમારી પરીક્ષા લેવા માટે મેં શું મૂકેલું છે ?" ભેગા થયેલા સવાસો ભૂવામાં સોપો પડી ગયો. શું જવાબ આપવો ? ભૂવાઓ ગે ગે ફે ફે કરવા લાગ્યા, એટલે માંલ્હારરાવે તમામ સવાસો ભૂવાને પકડીને જેલમાં પૂરી દીધા. ભૂવા મૂંજાયા. આમાંથી બચવું કેમ ? સવાસો ભૂવા એક મહિનો મલ્હારરાવની જેલમાં રહ્યા.


આ તરફ મલ્હારરાવે પણ ગામે ગામમાં તપાસ કરાવવા માંડી કે મેલડી માનો કોઈ ભૂવો પરીક્ષામાંથી બાકી નથી રહી જતો ને ? તપાસ કરતા ખબર પડી કે દેવુસણા ગામનો જીવણો બાર નામનો રબારી મેલડી માનો ભૂવો છે. જે મેલડી તે ધૂણે છે, એને દેવુસદેવુસણાનાં બારની મેલડી કહે છે. (રબારીની કોમ આને દેહુણાનાં બારની મેલડી કહે છે.). મલ્હારરાવે તરત માણસો મોકલ્યા કે જાવ જીવણો બાર જ્યાં હોય જ્યાંથી માન-સન્માન સાથે હાજર કરો. આવવાની હા-ના કરે તો બળજબરીથી લઇ આવો. સૈનિકો દેવુસણા ગયા. રબારીઓના નેસમાં જઈ પૂછ્યું કે "જીવણો બાર કોણ છે ? " નેસડામાં બૈરાઓ હાજર હતા, કહ્યું કે, "ઢોર ચરાવવા ઓતરાદી સીમમાં ગયા છે."


સૈનિકો સીમમાં ગયા અને જીવણા બારને કહ્યું કે, "ગાયકવાડ સરકારે તને કડી તેડાવ્યો છે, ચાલ." જીવણા બારે જવાબ આપ્યો કે, "ભાઈઓ, આવવાની ના નથી, પણ તમે જરા બેસો. હું મારી માતાજીની રજા લઇ લઉં." આમ કહી જીવણા બારે માથા પર પહેરેલી પાઘડીનો એક છેડો ગળામાં નાખ્યો. ખિસ્સામાંથી લાલ રૂમાલ જેવું કપડું કાઢ્યું. દાણાની પોટલી કાઢી. વડના જાડ નીચે જીવણા બારે કપડા પર જુવારના દાણાની ચપટી નાખી. દાણા ગણી જીવણો બાર હસ્યો. 'એમ વાત છે' બોલી જીવણા બારે ફરીથી ચપટી નાખી, દાણા ગણ્યા. જીવણો બાર દાણા સામે અને સૈનિકો જીવણા બાર સામે જોઈ રહ્યા. થોડી વાર પછી મૌનભંગ કરતા સૈનિકોએ કહ્યું કે, "જીવણા બાર, માતાજી શું કહે છે ?"


ધીર ગંભીર અવાજથી જીવણો બાર બોલ્યો : "મારી મેલડી માને કડી સાથે આવવું છે, જાવ જઈને તમારા શ્રીમંત સરકાર મલ્હારરાવ ગાયકવાડને કહો કે ચાર ઘોડાની બગી મોકલે." બગીનું નામ સાંભળીને સૈનિકો હસવા લાગ્યા. જીવણો બાર કહેવા લાગ્યો કે, "ભાઈઓ, તમે જેમ ચિઠી ચાકર છો. એમ હું પણ ચિઠીનો ચાકર છું. આ વાત મલ્હારરાવ અને મેલડીની વચ્ચેની છે. માટે આમાં મારું કે તમારું ડહાપણ નહિ ચાલે. બોલો, શું કરવા માગો છો ?" સૈનિકોને જીવણા બારની વાતમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. મારતે ઘોડે કડી જઈ મલ્હારરાવને વાત કરી કે દેવુસણાનો રબારી મેલડી માતાનો ભૂવો છે અને દરબારમાં હાજર થવા ચાર ઘોડાની બગી મોકલવાનું કહે છે. એ કહે છે કે મારી સાથે માં મેલડી પણ કડી પધારવાના છે. માને પગપાળા ન લઇ જવાય, માટે બગી મોકલો તો આવું ! મલ્હારરાવે ચાર ઘોડાની બગીમાં બાજઠ, લાલ નવું કપડું, તાજા સુગંધી ફૂલો, અબીલ-ગુલાલ અને આસોપાલવનું તોરણ, ધૂપ-દીપની સામગ્રી લઇ બગી દેવુસણા રવાના કરી. નેસડાના અબાલ-વૃદ્ધ સૌએ જીવણા બારને વિદાય આપી. બગી કડી પહોચી. મલ્હારરાવ પોતે બગીની સામા ગયા. જીવણા બારને જોઇને થયું, આ તો છોકરું છે, જેલ ભેગો એકસો છવ્વીસમો. ભૂવા જીવણા બારને જય માતાજી કહી સન્માન આપ્યું.


જીવણો બાર બોલ્યો, "દરબાર, તમને શું સૂજયું ? સાચું કે ખોટું પણ ભૂવાઓ માં મેલડીનું નામ તો લે છે ને ! ભૂવાઓને કાં રંજાડો છો ? એક મહિનાથી એ બધાના બૈરા-છોકરા ધલવલે છે. એ બચાડાઓને એમ હશે કે સરકાર સામે કોળાને કોળું કેમ કહેવું ? અને એ પણ ઘડામાં આપે રાખ્યું છે એ તો કેમ કહેવાય ? મને પૂછો તો એવી ગુસ્તાખી હૂં પણ ન કરું. આ તો તુક્કો કહેવાય. આમાં મેલડી ક્યાંથી આવી ?"


મલ્હારરાવ છક્ક થઇ ગયા. નક્કી માં આની સાથે પરદેથી વાતો કરતા હશે. મલ્હારરાવે કહ્યું : "બોલો, જીવણા બાર, હવે શું કરવું છે ?" જીવણો બાર બોલ્યો. "એ સવાસો ભૂવાઓને જેલમાંથી મુક્ત કરો. બધાને ઇનામ - અકરામ આપો." માંલ્હારરાવે બધા ભૂવાઓને મુક્ત કર્યા. બધા સભાખંડમાં આવ્યા. જીવણો બાર બોલ્યો : "લ્યો હવે આ ઘડાને સૌ વચ્ચે લાવો." ઘડો લાવવામાં આવ્યો.


જીવણા બારે મેલડી માતાનું સ્મરણ કરી કોળાની ડીટીયાને દાતથી પકડી આખું કોળું બહાર ખેચી કાઢ્યું. ઘડો પણ અખંડ રાખ્યો. તે દિવસે કડીના મહેલમાં કોળાની પ્રસાદી વહેચાણી. મલ્હારરાવે જીવણા બારને જે જોઈએ તે માગી લેવા કહ્યું. જીવણો બાર બોલ્યો : "મારે જે જોઈએ તે મને મેલડીએ આપ્યું છે."


મલ્હારરાવથી બોલી જવાયું : "મેલડી કાઈ જમીન-જાગીર, ધન-દોલત થોડી આપે ? ભૂવાએ માગો !"


જીવણા બાર સમજી ગયો કે મલ્હારરાવે આ બોલીને માતાજીને નારાજ કર્યા છે. જીવણા બારે કહ્યું કે, "મારી ડાક ફૂટી ગઈ છે, તેને પડું બંધાવી આપો તો બસ છે."















"મલ્હારરાવનું પતન"


મલ્હારરાવ કડીથી પાટણના સૂબાને મળવા અવારનવાર પાટણ જતા. એક વાર મલ્હારરાવ જતા હતા. પાટણ થોડું જ દૂર હતું. બાલીસણા ગામ આવ્યું. મલ્હારરાવે બાલીસણા ગામમાં પડાવ નાખ્યો. એ ગામના મુસ્લિમ ઘાંચી લોકો આગ્રહ કરી મલ્હારરાવને ઘાંચીવાડમાં મહેમાનગતિ કરવા લઇ ગયા. મલ્હારરાવ એક ઘાંચી કન્યાને જોઇને મોહિત થઇ ગયા. પ્રજા બિચારી રાજા સામે શું કરે ? પછી તો મલ્હારરાવના આંટાફેરા બાલીસણામાં વધી ગયા. ઘણી વાર ત્યાં રાત પણ રોકાઈ જવા લાગ્યા. પરિણામે નિયમ મુજબ માના દીવા ન થતા. માએ સપનામાં આવી મલ્હારરાવને ચેતવ્યા કે આ રસ્તો મૂકી દે, પણ પ્રેમમાં અંધ બનેલા મલ્હારરાવે માની વાત ન માની. હવે મલ્હારરાવ વડોદરા રાજ્યને ચોથ ભાગ પણ મોકલતા ન હતા. એટલે અંગ્રેજોએ કહ્યું કે, "મલ્હારરાવ પાસેથી ખંડણી વસૂલ કરો અને તેને બરતરફ કરો."


વડોદરા રાજ્યે આપાજી દીવાનને કડી મોકલ્યા. દૂરથી આપાજી દીવાનના આવવાના સમાચાર સાંભળી મલ્હારરાવને લાગ્યું કે 'નક્કી તે મારી સામે લડવા આવે છે.'


એટલે કડીમાં પણ લડવાની તૈયારીઓ થવા લાગી. આ તરફથી 'માણસો લઇ પાટણનો સૂબો પણ આવે છે.' તેવા સમાચાર મળ્યા. મલ્હારરાવ મુંજાયા. કડીના મહેલ પર તોપ ચઢાવી પાટણથી આવતા સૂબા પર તોપમારો શરૂ કર્યો. પાટણનાં સૂબાએ પણ તોપનો જવાબ તોપથી દેવાનું શરૂ કર્યું. ગોળા મહેલ પર વરસવા લાગ્યા. એ વખતે માતાજીએ ગેબી પાટણનાં સૂબાને કહ્યું કે. "જો મારા મઢને જરાપણ નુકસાન થયું છે તો પાટણનું પટ્ટણ થઇ જશે." સૂબો માન્યો નહિ અને મઢને નુકસાન થતા જ દટ્ટણ સો પટ્ટણ એટલે પાટણ શહેર દટાઈ ગયું. આ તરફ કડીથી ભોયરા વાટે મલ્હારરાવ ભાગ્યો. વિરામગામ પાસે ગેબી ટેબો કહેવાય છે ત્યાં નીકળ્યો. પણ આપાજીના માણસોએ તેને પકડી લીધો અને વડોદરા ખાતે શ્રીમાનt સરકાર ખંડેરાવ ગાયકવાડ સામે રજુ કર્યો. હવે મલ્હારરાવને પોતાની ભૂલ સમજાઈ. તેને અંત:કરણથી કડીની મેલડીની માફી માંગી અને સૌ સારા વાના થયા.


આજે પણ કડીના મહેલમાં મેલડી માતાનું સ્થાનક છે. માં ભક્તોને આજે પણ સહાય કરે છે.











જાહલપરની મેલડીની વાત



જ્યારે કડીનો રાજા મલાવરાવ જાહલપરની મેલડીની વાવ તોડીને તેના પથ્થર કડી લઇ જતો હતો ત્યારે મેલડી મલાવરાજાને મારવા કડી પહોંચી જ હતી. પરંતુ આ વાવનો એક પથ્થર કડી- જાહલપરની વચ્ચે નંદાસર કરીને એક ગામ છે ત્યાં પડ્યો રહ્યો હતો. આ નંદાસર ગામમાં મુસલમાનોની વસતી વધારે હતી.



આ વાતને સાત વરસથી વધારે સમય થઇ ગયો. પછી મુસલમાનની એક બાઇ આ વાવનો પથ્થર તેમના ઘરે લઇ ગઇ અને આ પથ્થર ઉપર કપડા ધોવા બેઠી. જેવી આ મુસલમાનની બાઇએ કપડા ઉપર ધોકા મારીયો કે, સાત વરસે જાહલપરની મેલડી જાગૃત બની. અને પેલી મુસલમાનની બાઇને ધુણવા આવી. અને કહ્યું કે, “ખમ્મા... ખમ્મા...હું જાહલપરની વાવની મેલડી આવી............”


ત્યારે બન્યું એવું કે, આ જ સમયે મુસલમાનોના તાજીયા નીકળ્યા હતા. એક બાજુ તાજીયા રમાઇ રહ્યા છે અને બીજી બાજુ આ મુસલમાનની બાઇ ધુણતા ધુણતા આવી અને મેલડી આ બાઇકને ત્રણ તાલે ધુણી રહી છે. એટલે બધા મુસલમાનો કહેવા લાગ્યા કે, “દૂર રહેજો આ હીન્દુની માતા ધુણે છે…..” ત્યારે આ મુસલમાનોનો નંદાસરનો સુબો જેનું નામ સૈયદ તે પણ ત્યા હાજર હતો.


આ સુબા સૈયદે વીચાર કરીયો કે, આ માતા સાચી લાગે છે. પણ પારખું લેવું પડશે. એટલે સુબાએ કીધું કે, જો તું સાચી જાહલપરની વાવની મેલડી હોય તો, મારા મન માં જે વાત છે તે કઇ દે..... જો તુ મારા મનની વાત કહી દે, તો અમારા નંદાસરના 200 ઘર મુસલમાનના છે. અમે બધા નમાજ પછી પઢશું પહેલા તારો તાવો -પુજા કરશું.


એટલે મેલડી વોરંકો લાવી આંશકો મારી બોલી કે, “સુબા સૈયદ સાંભળ...... તારે ત્રણ બીબીઓ છે અને તારી ઉંમર 60 વરસની છે. પણ તારે વસ્તાર નથી. અને તુ આ મુસલમાનની બાઇને ધુણતી જોઇને મનમાં વીચાર કરે છે કે, આ માતા મને દીકરો આપશે. તો સાંભળ મને ધુણતી જોઇને તને ભરોસો પડ્યો ને તો સુબા આજથી તુ દીવસ ગણવાના શરૂ કરી દે, 9 મહીના અને 13 દીવસે તારી ત્રણેય બીબીઓને એક સાથે, એક સમયે, એક - એક દીકરો ના આપું તો એમ માનજે કે જાહલપરના વાવની મેલડી એ આપ્યા છે. “



અને માતા મુસ્લમનને ત્રણ દીકરા આપ્યા.........આજની તારીખે પણ જાહલપરમાં મુસલમાનો નમાજ પહેલા “બડી અમ્મા…….. બડી અમ્મા.....કરી”ને મેલડીની પુજા કરે છે.


“બાપો મેલડી બાપો......ધન છે તારા અવતારને.......”





પારગરી મેલડીની વાત (1)



આ વાત સીંઘ મકલના થરપારકર ગામથી શરૂ થઇને વીરમગામમાં પુરી થાય છે.


લગભગ 1200 વરસ પહેલાની આ વાત છે. અત્યાર પાકીસ્તાનમાં આવેલું સીધ મકલ ત્યારે આપણા ભારતમાં હતું. સીધ મલકમાં થરપારકર ગામમાં એક હીરમલ (હીરીયો) કરીને વાઘરી હતો. આ હીરીયો માં પારગરી મેલડીનો ભુવો હતો. આ હીરીયાને છ ભાઇ હતા. હીરીયાની ઉંમર 50 વરસની હતી.


એક દીવસની વાત છે, જ્યારે સાત વરસનો દુષ્કાર પડ્યો. એટલે હીરીયાના છ ભાઇએ હીરીયાને પૂછ્યું કે, આપણી મેલડીને પુછોને કે, વરસાદ પડતો નથી એટલે બહારગામ કમાવવા જવું છે. જો રજા આપે તો આપણે બહારગામ કમાવવા જઇએ. એટલે હીરીયે મેલડી માતાના મઢમાં પાટ નાખીને દોઢ માંગ્યો, મેલડીએ દોઢ આપ્યો. પણ હીરીયાને વીશ્વાસ ના બેઠો એટલે હીરીયે મેલડીને કીધું કે, જો મેલડી તુ રજા આપતી જ હોય તો તારા મંદીર ઉપર મારા બાપ-દાદાનું માનેલું એક છત્તર લટકે છે. તે છત્તર મારા ખોળામાં આવીને પડે તો હું માનું કે, મારી દેવી રજા આપે છે. એટલે મેલડીએ હીરીયાના ખોળામાં છત્તર પાડ્યું.


હીરીયાને મનમાં હજુ પણ શંકા થઇ, એટલે મેલડીને કીધું કે, માં મેલડી હજુ મારૂં મન માનતું નથી. હું સવારમાં વહેલા પાંચ વાગ્યે ઉઠીને મારા બાપ-દાદાની જામગરી બંદુક પડી છે તે લઇને ગામના પાદરમાં જાઉ, અને ગામના પાદરમાં એક સસલું નીકળે અને હું આંખો બંધ કરીને બંદુકનો ભડાકો કરૂં. પણ સસલાની ડાબી આંખમાં ગોળી વાગે પણ લોહીનું એકેય ટીંપુય ન પડે તો હું માનું કે, મારી પારગરી મેલડી રજા આપે છે. એટલે બીજા દીવસે સવારે વહેલો ઉઠીને ગામના પાદરમાં આવ્યો, પાદરમાં આવીને જોયું તો એક સસલું હીરીયાની સામેથી નીકળ્યું, હીરીયે આંખો બંધ કરીને ભડાકો કયોં અને સસલા પાસે જઇને જોયું તો ડાબી આંખમાં ગોળી વાગેલી હતી પણ લોહીનું એકેય ટીંપુ ના પડ્યું. એટલે હીરીયો રોવા માંડ્યો કે, આવી મારી દેવી પારગરી મેલડી આવી...ભાઇ... પછી હીરીયે ઘરે આવીને કીધું કે, મારા ભાઇઓ તૈયાર થઇ જાવ. આપણી દેવી રજા આપે છે. એટલે હીરીયાના ભાઇઓ બોલ્યા કે, હીરીયા તારે નથી આવવું. તુ માતાજીનો ભુવો છો. તુ ગામમાં જ રે અને અમે કમાઇને તને ખવડાવશું. એટલે હીરીયે કીધું કે, પણ તમે જલ્દી પાછા આવી જજો.


હીરીયાના ભાઇઓ પરદેશની વાટ પકડીને કમાવવા નીકળી પડ્યા. હીરીયો ઘરે એટલો રહ્યો. આમ કરતા કરતા ચાર- પાંચ વરસ નીકળી ગયા. બીજી બાજુ હીરીયાના ભાઇઓ પરદેશમાં પાંચ વરસના ગાળામાં પૈસાદાર થઇ ગયા. હીરીયાના ભાઇઓને તેમનું ગામ કે, માતા યાદ આવતી નથી. એટલે હીરીયે એક દીવસ મેલડીના મંદીરે જઇને કીધું કે, માં મેલડી તેં મારા ભાઇઓને કયા મલકમાં ઉતારીયા છે. પાંચ- પાંચ વરસ થઇ ગયા. મારા ભાઇઓને બતાવ, મારા ભાઇઓને પાછા લાવ. જો તું નવ દીવસમાં મારા ભાઇઓને પાછા થરપારકર નહીં લાવે તો હું હીરીયો તારા મંદીરે ઝેર પીને મરી જઇશ.


એટલે મેલડી હીરીયાને સપનામાં આવીને કીધું કે, હીરીયા ભાઇ -ભાઇ કરે છે, તે ભાઇ હવે તારા નથી. કેમ કે હવે તેમની પાસે પૈસા થઇ ગયા છે. તું હીરીયા ભાઇઓનું મમત્વ હવે તું મુદી દે, હું મેલડી ના પાડું છું. તારા ભાઇઓ જ્યાં છે ત્યાં બરાબર છે. હીરીયો બોલ્યો કે, મને કાંઇ ખબર, મને મારા ભાઇઓના મોંઢા જોવા છે. એટલે મેલડીએ કીધું કે, હીરીયા તું સાત દીવસ પછી દરીયા કીનારે ઉભો રહેજે. દુનીયાના મલકમાં તારા ભાઇઓ હોય તેને સાત દીવસમાં પાસા લાવીશ...જા...


પછી મેલડી પરદેશની વાટે હીરીયાના ભાઇ જ્યાં સુતા ત્યાં જઇને છયે છ ભાઇને સપનામાં વાત કરી કે, અલ્યા તમને છયેને પૈસે રમતા મેં કરીયા. પાંચ વરસ થઇ ગયા છે. તેમને પણ હવે સાત દીવસમાં તમારે બાપના ગામ આવવું પડશે. જો સાત દીવસમાં તમે થરપારકર નહીં આવો. તો કાળી નાગણી બનીને ડંખીને પછાડું તો એમ માનજો કે, તમારા બાપની દેવીએ પછાડયા તા. સવારે હીરીયાના ભાઇઓ ભેગા થયા અને વીચાયું કે, મેલડી સપનામાં આવી તી, આપણે થરપારકર જવું પડશે.


અને હીરીયાના ભાઇઓ થરપારકર ગામના મારગે પડ્યા. આમ કરતા કરતા સાત દીવસ નીકળી ગયા. મેલડીએ હીરીયાને કીધું કે, હીરીયા તું કાલે સવારે દરીયા કીનારે જઇને ઉભો રહેજે. ઘણા બધા નાવડા આવતા હશે. પણ એક મોટું નાવડું આવતું હોય અને તે નાવડા ઉપર એક સમરી ઉડતી હોય તો એમ માનજે કે, તારી પારગરી મેલડી તારા ભાઇઓને લઇને આવે છે. અને હીરીયે દરીયાના કીનારે જઇને જોયું તો એક જહાજ ઉપર એક સમરી ઉડતી તી. આ સમરી જોઇને હીરીયો બોલ્યો કે, બાપો....બાપો....આવી મારી મેલડી, મારા ભાઇઓને લઇને લાવી...



પારગરી મેલડીની વાત.....(2)


હીરીયાને મેલડીએ કીધું કે, સવારે દરીયા કીનારે પહોંચી જાજે. તારા ભાઇઓને હું મેલડી બતાવીશ. એટલે હીરીયો દરીયા કીનારે આવીને ઉભો રહ્યો હતો. જહાજ ધીમે ધીમે કીનારે આવ્યું. જહાજમાંથી હીરીયાના છ ભાઇઓ અને તેમના બૈરા છોકરા ઉતરીયા. હીરીયો ઓળખી નથી શકતો કે, આ કોણ છે?. કેમ કે, હીરીયાના ભાઇઓ હવે પૈસાવાળા થઇ ગયા તા. બાપના મોટાકા ઉપરથી માંડ માંડ હીરીયે તેના ભાઇઓને ઓળખ્યા. હીરીયો દોડીને તેના ભાઇઓને પાણી આપવા ગયો ત્યાં હીરીયાના ભાઇઓ બોલ્યા કે, તું કોણ છે....?


એટલે હીરીયો બોલ્યો કે, હું તમારો ભાઇ હીરીયો છે, પારગરી મેલડીનો ભુવો.


હીરીયાના ભાઇઓ બોલ્યા કે, કોણ હીરીયો, કોણ પારગરી...? આવો કંધાતો અમારો ભાઇ અમે તને ઓળખતા નથી. આમ કહીને હીરીયાને ધક્કો મારીને હીરીયાના છ ભાઇ ગામમાં આવ્યા.


હીરીયો ત્યાં જ બેસી રહ્યો. એટલે મેલડી આવીને કીધું કે, જોયું હીરીયા. હું તને ના પાડતી હતી ને કે તારા ભાઇ જ્યાં છે ત્યાં બરાબર છે. હીરીયો બોલ્યો કે, હશે મેલડી, દુનીયા ફરી જાય પણ મારી મેલડી તું ના ફરતી. એટલે મેલડી બોલી કે, મારા હીરીયા હું નહીં ફરુ અને જગતમાં હજુ વાતો માંડુ તો એમ માનજે કે તારા બાપની દેવી મેલડી બોલી તી.


બીજી બાજુ હીરીયાના ભાઇઓ ગામમાં આવ્યા. જુના ઘર પાડીને નવા બનાવ્યા. માતાજીનો મઢ નવો બનાવ્યો. હીરીયાના ભાઇઓએ માતાજીનો માંડવો નાખ્યો. જાગરણના દીવસે હીરીયાના ભાઇઓએ આખા ગામને માતાજીનો પ્રસાદ લેવા બોલાવ્યા. એટલે ગામવાળાએ કીધું કે, ભાઇ હીરીયાને બોલાવોને તે માતાજીનો ભુવો છે. એટલે હીરીયાના ભાઇઓ બોલ્યા કે, તે અમારો ભાઇ જ નથી. કોઇ અમને મેણું મારે કે, આવો કંધાતો ભાઇ. અમે હીરીયાને નહીં બોલાવીયે.


હીરીયાને ના બોલાવ્યો તો પણ હીરીયો પ્રસાદ લેવા માટે આવ્યો. એટલે હીરીયાના ભાઇઓ બોલ્યા કે, શું કામ આવ્યો છે તું. એટલે હીરીયો બોલ્યો કે, આપણી દેવીનો પ્રસાદ લેવા માટે. આવ્યો છું. એટલે હીરીયાના ભાઇઓ બોલ્યા કે, આ હીરીયાને કાઢવો હોય તો એક વાત થાય. મેલડીના મંદીરમાં તેના બાંધેલા ચંદરવા અને એક સડેલું નાળીયર પડ્યું છે તે હીરીયાને આપી દો એટલે તે લઇને અહીંથી દૂર જતો રહે.


એટલે મેલડીએ હીરીયાને કીધું કે, હીરીયા હવે તું મારી રમત જો. આ તારા ભાઇઓ મને મેલડીને ના ઓળખી શક્યા, તને ના ઓળખી શક્યા. પણ તારા ભાઇઓ ચંદરવો અને મારૂં નાળીયર ફેંકે એટલે તું તારો ખોળો પાથરીને ઉભો રહેજે. નાળીયર મઢની બહાર ફેંકે એટલે હું મેલડી મઢમાંથી બહાર નીકળી હીરીયા તારી સાથે ચાલી આવીશ. હીરીયા ચાલ હવે આ ગામમાં ના રહેવાય. ક્યાંય તારા છયે છ ભાઇને મારે મેલડીએ વગર મોતે મારવા પડશે. અને તારા ભાઇઓને છેલ્લી વખતના રામ-રામ કહી દે......અને મેલડી હીરીયાને લઇને ચાલી નીકળી.




પારગરી મેલડીની વાત.....(3)


મેલડી હીરીયાને થરપારકરથી લઇને ચાલી નીકળી પછી. પછી મેલડીએ હીરીયાને કીધું કે, હીરીયા તુ ગામમાં જા અને વાણીયાની દુકાને ઉભો રહેજે વાણીયો તને નવા કપડાં અને મોજડી પહેરાવશે. અને વાણીયાની દુકાનેથી વળતાં આવતાં એક કંડીયો લેતો આવશે. હીરાયો વાણીયાની દુકાને નવા કપડાં- મોજડી લઇને પાછો એક કંડીયો લઇને આવ્યો. એટલે મેલડીએ કીધું કે, હવે એક મોરલી બનાવ. એટલે હીરીયે એક મોરલી બનાવી. પછી મેલડીએ કીધું કે, હીરીયા હવે મોરલીને ફુંક મારતો. હીરીયે મોરલીને ફુંક મારી તો 36 જાતના રાગ મોરલીમાંથી નીકળવા માંડ્યા. એટલે મેલડી બોલી કે, હવે હીરીયા તારે મોરલી વગાડવાની અને હું મેલડી નાગણી બનીને રમીશ. અને આપણે ગામો- ગામ ખેલ કરશું અને તારે ખાવાનો વેત થઇ જશે.


આમ ગામો ગામ ખેલ કરતા કરતા હીરીયો અને મેલડી એક ગામમાં આવ્યા. ગામમાં મેલડીનો ખેલ ચાલું જ હતો ત્યાં તે ગામની 5-7 વાઘરેણ ત્યાંથી પાણી ભરીને નીકળી. જેમાં એક લાસુડી કરીને 18 વરસની વાઘરેણ હતી. આ લાસુડીની ભાભીએ કીધું કે, આ વાદી કેવી સરસ મોરલી વગાડેશે. એટલે લાસુડી બોલી કે, ભાભી આ વાદી નથી પણ આપણો વાઘરી છે. અને જે કંડીયામાં નાગણી છે તે નાગણી નથી પણ તે તેના બાપની દેવી પારગરી મેલડી છે.


એટલે લાસુડીની ભાભીએ લાસુડીને મેણું મારીયું કે, હેં નણદ તમને આવો વર મળે તો તમારૂં આયખું સુધરી જાય. એટલે લાસુડી બોલી કે, ભાભી તમે તો મને મેણું મારીયું પણ આજથી બધા પુરૂષો મારા માટે ભાઇ અને બાપ સમાન.બાકીના આ 60 વરસના વાઘરી સાથે જ લગન કરીશ, એટલે લાસુડીની ભાભી હીરીયા પાસે આવીને કીધું કે, તમે કેવા છો? એટલે હીરીયો બોલ્યો કે, વાઘરી, આ કંડીયામાં રમે છે તે કોણ છે? એટલે હીરીયો બોલ્યો કે, મારી માતા પારગરી મેલડી. એટલે લાસુડીની ભાભીને નક્કી થઇ ગયું કે, હવે મારી લાસુડી દુઃખી નહીં થાય. હીરીયાને પૂછ્યું કે, તમે મારી લાસુડી સાથે લગ્ન કરશો? એટલે મેલડી નાગણીમાંથી એક ડોસીનો અવતાર લઇને કીધું કે, તમારી લાસુડીના લગ્ન મારા હીરીયા સાથે કરાવો તો મને મેલડીને રાજીપો છે.


હીરીયો ઢાકા-બંગાળામાં ગયો એટલે મેલડી કંડીયામાંથી ઉતરી ગઇ. હીરીયો અને લાસુડી ઢાકા-બંગાળામાં આવ્યા. ઢાકા બંગાળામાં આવીને કામ ધંધો કરવા માંડ્યા. બે ચાર ગાયો લીધી. આમ બે- ત્રણ વરસ ઢાકા બંગાળામાં હીરીયો અને લાસુડી રહ્યા. અને એક દીવસ લાસુડી દુધ વેચવા માટે બજારમાં નીકળી. બજારમાં તેને મેલી વીધ્યાના જાણકાર લાલવાદી અને ફુલવાદી મળી ગયા. અને લાલવાદી લાસુડીના રૂપ ઉપર ગાંડો થયો. લાલવાદીએ લાસુડીને ઉભી રાખી અને પૂછ્યું કે, તમે કયા મલકના છો અને કઇ નાતના છો. એટલે લાસુડીએ કીધું કે, અમે થરપારકરના વાઘરી છીએ. એટલે લાલવાદીએ કીધું કે, લાસુડી મારી સાથે લગ્ન કરીશ. એટલે લાસુડીએ કીધું કે, જા ભુલ્યો, માથે એક ઓઢણું મારા હીરીયાનું અને બીજું ઓઢણું મારી પારગરી મેલડીનું બાકીના ઓઢણાં હુ ઓઢું નહીં. એટલે લાલવાદીએ કીધું કે, માની જા લાસુડી, હું 14 વીધ્યાનો જાણકાર છું. તને રાણી બનાવીને રાખીશ. પણ લાસુડી માનતી નથી. અને ક્યાંય મારી મેલડી સાંભળતી હશે તો તારૂં તાળવું ફાડી નાખશે. આમ કહીને લાસુડી ત્યાંથી ચાલી ગઇ.






પારગરી મેલડીની વાત.....(4)


લાસુડી લાલવાદીનું કહેવું માની નહીં અને ત્યાંથી ચાલી નીકળી એટલે લાલવાદીને કાળ ચઢ્યો અને અળદનો એક દાણો લાસુડી ઉપર નાખ્યો અને લાસુડી લોહીની ઉલ્ટી કરીને પડી જઇ. બધા વાઘરી ભેગા થઇ ગયા. આ વાઘરીને લાગ્યું કે, લાસુડી મરી ગઇ. પણ હકીકતમાં લાસુડી મરી નતી. પણ મેલી વીધ્યાનો પ્રયોગ હતો.


વાઘરીની નાત ભેગી થઇ અને હીરીયાને બોલાવ્યો. લાસુડીની નનામી તૈયાર કરી. બધા વાઘરી ભેગા થઇને લાસુડીનેસમશાનમાં જઇને લાકડા ભેગા કરીને લાસુડીને લાકડા ઉપર સુવડાવી. બીજી બાજુ પેલો લાલવાદી સમશાનમાં આવ્યો અને એક લીંમડા ઉપર ચડી ગયો. લીમડા ઉપર ચડીને લાલવાદીએ લાસુડીને જ્યાં લાકડા ભેગી સુવડાવી હતી તેના ઉપર મેલી વીધ્યા કરીને લાસુડીને જમીનમાં ઉતારી દીધી. વાઘરીઓએ લાસુડીને સળગે છે તેમ માનીને તેમના ઘર ભેગા થઇ ગયા.


આ વાઘરીઓ પોતાના ઘરે ગયા એટલે પેલો લાલવાદી લીંમડા ઉપરથી નીચે ઉતરીને લાસુડી ઉપર અળદનો દાણો નાખીને જમીનમાંથી બહાર કાઢી. બહાર કાઢીને જીવતી કરી. લાસુડી ઉભી થઇ એટલે લાલવાદીએ કીધું કે, લાસુડી હજુ મારૂં કહેવું માન અને મારી સાથે લગ્ન કરી લે. પણ લાસુડી કે મરી જાઉ પણ લાલવાદી તારી સાથે તો કોઇ દીવસ લગ્ન ના કરૂં.


બીજી બાજુ હીરીયો લાસુડીને સળગાવીને તેના ઘરે આવ્યો. લાસુડીના મરી ગયા પછી હીરીયો એકલો પડ્યો. અને હાથમાં ડાકલું પકડીને હીરીયે તેની માતા પારગરી મેલડીને યાદ કરી. વાહ મેલડી વાહ... તેં કામરોદેશમાં આવવાની ના પાડી હતી. અને હું આવ્યો, એટલે મેલડી તારે મને મારવો હતો. મારી લાસુડીને શું કામ તે મારી.... આમ કહીને હીરીયો પોક મુકીને રોવા માંડ્યો.


હીરીયાને રડતો જોઇને મેલડી આવી અને કીધું કે, મારા હીરીયા શાનો રહી જા. એટલે હીરીયો બોલ્યો કે, માં મેલડી મારી લાસુડીને તું જીવતી કર અથવા મને મારી નાખ. એટલે મેલડી બોલ્યાં કે, હીરીયા તારી લાસુડી મરી નથી, જીવતી છે. એટલે હીરીયો બોલ્યો કે, હું હમણાં જ લાસુડીને સળગાવીને આવું છું. મેલડી માતા બોલ્યાં કે, હીરીયા તારે લાસુડીને જોવી હોય તો ચાલ મારી સાથે.....


મેલડી માતા હીરીયાને લઇને સમશાનમાં આવી હતી. સમશાનમાં આવીને જોયું તો લાલવાદી લાસુડીને કહેતો હતો કે, માની જા લાસુડી અને લાસુડી કહેતી હતી કે, ના માનું. આ દ્રશ્ય જોઇને મેલડી બોલી કે, મારા હીરીયા લાસુડીને જોઇ...?


એટલે હીરીયો બોલ્યો કે, હા, જોઇ હવે?
એટલે મેલડી માતા બોલ્યાં કે, હીરીયા તું અહીં ઉભો રહે હું લાસુડીને છોડાવીને લાઉ છું. અને મેલડીએ લાસુડીને બુમ પાડી કે, લાસુડી ગભરાતી નહીં. હું મેલડી આવી છું. એટલે લાસુડીએ મેલડીને જોઇને વાદીને કહ્યું કે, લાલવાદી હવે તારે ભાગવું હોય એટલું ભાગ કેમ કે મારી મેલડી માતા મદારી બનીને આવી છે.


પછી લાલવાદીને નક્કી થઇ ગયું કે, આ માતા મને મુકશે નહીં. મેલડી કાળી નાગણી બનીને લાલવાદી પાસે આવીને કીંધુ લાલવાદી તે માતાઓ ઘણી જોઇ હશે પણ હું પારગરની પારગરી મેલડી છું. તને આજે હું અહીંથી જીવતો નહીં જાવા દઉ તેમ કહીને લાલવાદીને ડંખ મારીયો અને લાલવાદીને કામરૂ દેશના સમશાનમાં ભંડાયો. અને મેલડી હીરીયા અને લાસુડીને લઇને વીરમગામના મારગે પડ્યા....


કામરૂદેશમાં લાલવાદીને મારીને મેલડી હીરીયા - લાસુડીને લઇને ગુજરાતના વીરમગામ આવી. વીરમગામ આવીને હીરીયાએ વીચાર કરીયો કે, આ વીરમગામનું મુનસર તળાવ બઉ સારૂં છે. અહીં મારી માતા મેલડીને જમાડીને આગળ વધું. એટલે હીરીયા તેમની વાઘરીની નાતને કીધું કે, મારી દેવી મેલડીને મારે અહીં મુનસર તળાવના કીનારે જમાડવી છે.


પારગરી મેલડીની વાત.....(5)

કામરૂદેશમાં લાલવાદીને મારીને હીરીયો વીરમગામમાં આવ્યો અને હીરીયે પારગરી મેલડીનો વીરમગામના વડલા નીચે માંડવો નાખ્યો. માંડવામાં વાઘરીની નાત ભેગી થઇ છે. અને માતાની જાતર અને ડાકલા વાગે છે. અને બીજી બાજુ વીરમગામમાં હરખો ખાવડીયો કરીને એક રાજા હતો. તેની રાણીનું નામ હરખુડી ખાવડ. આ હરખા ખાવડીયાની ઉંપર 70 વરસની હતી અને તેનો કોઇ વસ્તાર ન હતો. એટલે આ રાજા- રાણીએ વીચાર કરીયો કે, હીરીયો અને લાસુડી ફરતા- ફરતા આપણા વીરમગામના વડલે આવ્યા છે. અને તેની દેવીનો નવરંગો માંડવો નાખ્યો છે. જો આપણે હીરીયાની માતાના પગમાં પડીએ જો મેલડીને દયા આવે તો આપણું રાજ વાંઝીયું જાય છે. આમ વીચારીને હરખો ખાવડીયો અને તેની રાણી વીરમગામના વડલે આવ્યા.


હરખો ખાવડીયો મેલડી માતાના માંડવામાં આવીને લાસુડીને કીધું કે, લાસુડી તારી માતા મેલડીને કે ને, કે મારૂં વીરમગામનું ખારી ખાવડનું રાજ વાંઝીયું જાય છે. મને એક દીકરો આપે. એટલે હીરીયે હરખાની મશ્કરી કરતાં બોલ્યો કે, હરખા ખાવડીયા તને શરમ નથી આવતી. તારી ઉંમર 70 વરસની છે અને તું માતાઓ પાસે દીકરા માંગવા નીકળ્યો છો. તને શરમ નથી આવતી. એટલે લાસુડી બોલી કે, મારા હીરીયા આ હરખો ખાવડીયો તારો કે મારો માંગણ થઇને દીકરો માંગવા નથી આવ્યો. આપણી દેવી પારગરીનો માંગણ થઇને આવ્યો છે. તું કે હું છું દીકરા આપવાના....

આમ લાસુડીએ હીરીયાને કીધું ત્યાં મેલડી લાસુડીને ધુણવા ઉતરી અને બોલી કે, ખમ્મા મારી નાતું. ખમ્મા મારા હીરીયા. હું તમારી પારગરી મેલડી આવી છું, મેલડી ધુણતા ધુણતા બોલ્યાં કે, હરખા તારા દીકરો જોઇએ છે ને... આજથી તારી રાણીને 9 મહીને બે દીકરા આપું તો એમ માનજે કે, હીરીયા- લાસુડીની માતા મેલડીએ આપ્યા છે.

એટલે હરખો ખાવડીયો રાજી થઇને બોલ્યો કે, મેલડી મને બે દીકરા આપીશ. એટલે મેલડી બોલ્યાં કે, હરખા એક દીકરો આપું તો મને પારગરી મેલડીને જાણે કોણ.... જા આજથી તારી રાણીના દીવસો ગણવાના શરૂ કરી દે. અને સાંભળ આ બે દીકરામાં મોટાનું નામ જગમાલ પાડજે અને નાનાનું નામ વાહણ પાડજે. અને હરખા તને હું એક પાવો આપું છું, જગમાલ મોટો થાય એટલે તેને આ પાવો આપજે. અને જગમાલને કહે જે કે, જ્યારે સંકટ પડે ત્યારે આ પાવો વગાડે. તેના પાવાના રાગે હું મેલડી આવીને ઉભી રહીશે.


આમ કરતા કરતાં 9 મહીને હરખી ખાવડને ભગવાનને ગમે એવા બે દીકરા મેલડી આપ્યા. મેલડીએ કીધું હતું તે પ્રમાણે મોટાનું નામ જગમાલ અને નાનાનું નામ વાહણ પાડ્યું. જગમાલ 5 વરસનો થયો એટલે હરખા ખાવડીએ તેને પાવો પકડાવ્યો અને કીધું કે, તું સંકટમાં હોય ત્યારે આ પાવો વગાડશે. તારા પાવાના અવાજે હીરીયાની દેવી પારગરી મેલડી આવીને ઉભી રહેશે. એટલે જગમાલે વીચાર કરીયો કે, આમ પાવા વગાડ્યે થોડી માતાઓ આવતી હશે.

અને એક દીવસ જગમાલે પાંચ વરસની ઉંમર પાવો વગાડ્યો અને પારગરી મેલડી આવીને કીધું કે, મારા જગમાલ હું હીરીયા- લાસુડીની માતા આવી છું. બોલ તારે મારૂં શું કામ પડ્યું....અને જગમાલને માતા મેલડીની ભક્તી લાગી. જગમાલ 18 વરસનો થયો એટલે જગમાલે ચોરીઓ કરવાનો ધંધો ચાલું કરીયો. રોજ ફરતા પરગનામાં ચોરીઓ કરવા જાય અને ક્યાંય પકડાઇ જાય એટલે મેલડીનો પાવો વગાડે અને મેલડી જગમાલને છોડાવી જતી. આમ દીવસો પસાર થાય છે..

એક દીવસ જગમાલ ધોળકાના પાદરે નીકળ્યો ત્યાં વાઘરીની નાત ભરાણી હતી. આ નાતમાં જગમાલને એક ગોમતડી કરીને વાઘરેણ પસંદ આવી ગઇ. એટલે જગમાલે ગોમતડી પાસે જઇને કીધું કે, મને પાણી પીવડાવશો.

ગોમતડી એ જગમાલને પાણી પીવડાવ્યું. પછી જગમાલ બોલ્યો કે, કઇ જાતના છો તમે?

એટલે ગોમતડી બોલી કે, અમે વાઘરી છીએ. એટલે જગમાલ બોલ્યો કે, નાત ગમે તે હોય પણ મારી સાથે લગ્ન કરશો.? જ્યાં આટલી વાત થઇ ત્યાં મેલડીએ જગમાલના કાનમાં ફુંક મારીને કીધું કે, મારા જગમાલ આ ગોમતડીનું કાંડુ મુકી દે, નહીં તો તુ વટલઇ જઇશે. અને હું મેલડી તારા કણમાંથી ખસી જઇશ. એટલે જગમાલ બોલ્યો કે, મેલડી તારે રહેવું હોય તો રે અને જાવું હોય તો જા. હવે હું લગ્ન કરીશ તો આ ગોમતડી સાથે જ લગ્ન કરીશ.......



પારગરી મેલડીની વાત.....(6)

મેલડીએ ના પાડી તોય જગમાલે ગોમતડી સાથે લગ્ન કરીયા. પછી જગમાલને નાત બહાર મુક્યો. અને જગમાલ વીરમગામના પાદરે આવીને ઝુંપડી બાંધીને રહેવા લાગ્યો. આમ કરતા કરતાં એક દીવસ જગમાલને તેની માતા મેલડી યાદ આવી અને જગમાલે ઘરના પાણીયારે દીવો કરીને પાવો વગાડ્યો. જગમાલનો પાવો સાંભળીને મેલડી આવી. એટલે જગમાલે મેલડીને કીધું કે, મેલડી હું તને મારા ઝુંપડા પાસે એક દેરૂ કરીને બેસાડું તમે અહીં બેસો. આમ જગમાલે મેલડીને બેસાડી એટલે મેલડી બોલી કે, જગમાલ ચોરી કરવા જાઉ છું.

જગમાલ બોલ્યો કે, ક્યાં ચોરી કરવી છે. એટલે મેલડી બોલ્યાં કે, ધોળકાના રાજમાં બે ચંદરવા છે. એક ચંદરવો લાખનો છે અને બીજો સવા લાખનો છે. જેમાંથી મને મેલડીને સવા લાખનો ચંદરવો બઉ ગમ્યો છે. જગમાલ તું ચોરી કરવા જા હું મેલડી તારી સાથે છું પણ મને મેલડીને સવા લાખ વાળો ચંદરવો આપજે. આમ જગમાલ અડધી રાતે ધોળકાના રાજમાં ચોરી કરવા પડ્યો. અને ધોળકામાંથી બે ચંદરવા ઉપાડ્યા.

પણ જગમાલે જ્યાં સવા લાખ વાળો ચંદરવો જોયો ત્યાં તેનું મન બદલાયું. કે, આ સવા લાખ વાળો ચંદરવો મારી ગોમતડીને બઉ સારો લાગશે. મેલડીને તો હું સમજાવી દઇશ. આમ વીચારીને ચોરી કરીને ધોળકાની બહાર નીકળ્યો. અને ઘરે આવ્યો. ઘરે આવીને સવા લાખ વાળો ચંદરવો ગોમતડીને આપ્યો અને લાખ વાળો ચંદરવો મેલડીના મઢે મુક્યો. એટલે મેલડી બોલ્યાં કે, જગમાલ મને મેલડીને તેં છેતરીને હવે આ ચંદરવો મારે નથી જોઇતો. પણ હવે તું જ્યારે પણ પાવો વગાડે ત્યાંરે હવે હું મેલડી નહીં આવું. આજથી તારે અને મારે રામ...રામ.....

આમ કરતા કરતા સમય, સમયનું કામ કરીયે જાય છે, અને જગમાલને નક્કી થઇ ગયું કે, પારગરી મેલડી મારી સાથે નથી. એટલે એક દીવસ જગમાલે ધોળકામાં બીજી વાર એક મોટી ચોરી કરવાનું નક્કી કરીયું. અને ધોરીને ઝંડો લઇને જગમાલ ધોળકાના રાજમહેલમાં ચોરી કરવા ઉતરીયો. જગમાલે ધોળકામાં ચોરી કરીને ધોળકામાંથી નીકળ્યો અને કડાઇ ગયો. જગમાલે પાવો વગાડ્યો પણ મેલડી આવી નહીં.

જગમાલને ધોળકાના સૈનીકોએ બઉ મારીયો... જગમાલ મરવા ઉપર આવ્યો. એટલે મેલડી આવી અને અધમુવા થઇ ગયેલા જગમાલને વીરમગામમાં લાવી. મેલડીના મંદીરે જગમાલના મોઢે છેલ્લો પ્યાલો પીધો અને જગમાલે દેહ મુકી દીધો.


બાપો પારગરી મેલડી બાપો ધન છે તારા તેજ ને.....




દલી ની મેલડી






દલી - માલા ની ઉગતા પોરની મેલડી.....(ઉકેડી ગામની વાત) ભાગ - 1

વરસો પહેલા ખાવોળ કરીને એક ગામ હતું. આ ખાવોળ ગામમાં કલીયો કાપડી નામનો ઉગતાની મેલડીનો ભુવો હતો. આ કલીયો બાળકુંવારો હતો અને મેલડી કલીયાને સનમુખ વાત કરતી. આમ કરતા કરતા કલીયાની ઉંમર 80 વરસની થઇ એટલે આ કલીયા કાપડીએ વિચાર કર્યો કે, હવે મારી ઉંમર થઇ ગઇ છે. ક્યારે મારો દેહ પડી જાય તેનું નક્કી નથી. અને જો હું મરી જઇશ તો મારી ઉગતાની મેલડીની સેવા- પુજા કોણ કરશે. આવો વિચાર કરીને કલીયે મેલડીનું ત્રિસુલ અને ચુંદડી લઇને ગુજરાત ફરવા નિકળ્યો કે, કોઇ સારો સેવક મળી જાય તો તેના મારી ઉગતાના પોરની મેલડી ધુણવા આપું.

આ કલીયો કાપડી ગુજરાત ભરમાં ફરતો- ફરતો ઉકેડી ગામના સીમાડે આવ્યો. આ ઉકેડી ગામમાં એક માલો કરોતરો કરીને રબારી હતો. આ માલો બકરાં ચરાવતો. માલો બકરાં લઇને ઉકેડીના સીમાડે નીકળ્યો એટલે આ કલીયા કાપડીને જોયો. એટલે આ માલા કરોતરાએ કલીયાને કીધું કે, કલીયા હવે ક્યાં સુધી આમ ત્રિસુલ અને ચુંદડી લઇને ફરવું છે. એટલે આ કલીયો બોલ્યો કે, માલા હું મારી ઉગતાની મેલડી માટે સારો સેવક શોધવા નિકળ્યો છું. જો કોઇ સારો સેવક મળી જાય તો મારી કલીયાની મુસાફરી પુરી થાય.

એટલે માલા કરોતરાને મેલડીનો મોહ લાગ્યો એટલે માલો બોલ્યો કે, કલીયા તું મને તારી ઉગતાની મેલડી ધુણવા આપ. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તારી મેલડીડીની સેવા -પુજા કરીશ. એટલે આ કલીયો બોલ્યો કે, હું તને ઉગતાની મેલડી ધુણવા આપું પણ એક શરતે. તારે મને તારી આ કાબરી બકરી મને આપવી પડશે. એટલે માલો બોલ્યા કે, સારું હું તમને મારી કાબરી બકરી આપું તમે મને મેલડી આપો. પણ માલો ફરી બોલ્યાં કે, કલીયા સાંભળ હું તને બકરી આપું અને તું બકરી લઇને જતો રહે પણ મને માલા કરોતરાને કેવી રીતે ખબર પડશે કે તારી ઉગતાની મેલડી મારી સાથે આવી છે. એટલે મને કાંઇ નિશાની આપતો જા. એટલે આ કલીયો બોલ્યો કે, માલા તું મારીથી 10 હાથ દૂર ઉભો રહે. હું અહીંથી આ મેલડીનું ત્રિસુલ અને ચુંદડી છોડી મુકી અને આ ત્રિસુલ અને ચુદડી ઉડીને તારા હાથમાં આવે તો એમ માનજે કે, મારી કલીયા કાપડીની મેલડીને તને આપી.

એટલે આ કલીયો માલાથી 10 હાથ દૂર ઉભો રહીને ત્રિસુલ અને ચુદડી મુકી અને આ ત્રિસુલ અને ચુંદડી ઉડીને માલાના હાથમાં આવી. પછી માલો કરોતરો આ ત્રિસુલ અને ચુંદડી લઇને તેના ગામના મારગે પડ્યો અને કલીયો આ માલાની બકરી લઇને જતો રહ્યો.

માલો કરોતરો આ ત્રિસુલ અને ચુંદડી લઇને તેના ગામ ઉકેલી પાસે પહોંચ્યો એટલે વિચાર કર્યો કે, હું બકરાં લઇને સાંજે ઘરે જઇશ અને મારી દલી રબારણ કાબરી બકરી નહીં ભારે તો મારાથી ઝઘડો કરશે. એટલે માલો રબારીએ મેલડીનું ત્રિસુલ અને ચુદડી ગામની પરવાડે એક રાયણના ઝાડની પોલમાં સંતાડીને ઘરે ગયો. જો દલી રબારણ બકરીનું પૂછશે તો કાંઇ આડા-ટોળા કાંઇક સમજાવશું. આવું વિચારીને માલો તેના ઘરે ગયો.

માલો ઘરે આવીને બકરાંને વાડામાં વાળીને ગામમાં ફરવા નિકળ્યા અને માલાના ઘરેથી દલી રબારણ બકરીઓ દોહવા વાડે આવી પણ પેલી કાબરી બકરી આ દલીને ક્યાંય દેખાણી નહીં. એટલે રાત્રે માલો કરોતરો ઘરે જમવા બેઠા એટલે દલી રબારણે માલાને કીધું કે, આપણી કાબરી બકરી દેખાતી નથી. તમે કાબરી બકરીને ક્યાં મુકીને આવ્યા છો?? એટલે માલો બોલ્યા કે, ગામની પરવાડે બે-ત્રણ ગામના બકરાં ભેગાં થયા હતા એટલે આપણી બકરી કોઇકના બકરાં ભેગી જતી રહી હશે. સવારે હું કાબરીને શોધીને લાવીશ માલો રબારી આવું જુઠું બોલ્યા.

સવારે માલો તેના બકરાં લઇને ગામની સીમાડે આવ્યો અને વિચાર કર્યો કે, અમારી કાબરી જેવી જ કોઇકને બકરી મળી જાય તો પૈસા આપીને બકરી ખરીદી લઉ. આમ માલો આખો દિવસ ફર્યા પણ કાબરી જેવી બકરી ક્યાંથી મળી નહીં. એટલે માલો થાકીને ઘરે આવ્યા... પેલી દલી રબારણી ફરી માલાને પૂછ્યું કે, આપણી કાબરી બકરી મળી?? એટલે માલો બોલ્યાં કે, આખો દિવસ કાબરી ગોતી છે પણ ક્યાંથી આપણી કાબરી બકરી મળતી નથી. મને એવું લાગે છે કે, આપણી કાબરીને કોઇ કુંતરા, શિયાળ કે નાવર મારીને ખઇ ગયા છે. આ બાજુ રાયણના ઝાડેથી મેલડીએ વિચાર કર્યો કે, આ માલો બીકમાંને બીકમાં કાંઇ બોલશે નહીં અને મારે આ રાયણના ઝાડી બેસી રહેવું પડશે લાવને દલી રબારણને સપને વાત માંડુ.

આવો વિચાર કરીને ઉગતાની મેલડી રથડો જોડીને દલીને મળવા ઉકેડીના મારગે પડી....




દલી - માલા ની ઉગતા પોરની મેલડી.....(ઉકેડી ગામની વાત) ભાગ - 2

ગામના પરવાડે મેલડી માતાનું ત્રીસુલ અને ચુંદડી સંતાડ્યું પણ બીકને બીકમાં માલો ઘરે કાંઇ બોલી શકતા નથી. એટલે રાતના 12 વાગ્યા અને ઉગતાની મેલડી દલી રબારણને સપનામાં આવી અને કીધું કે, દલી જાગો છો કે, ઉંઘી ગયા?? જો જાગતાં હોય તો મારી મેલડીની એક વાત સાંભળો. હું ખાવોળ ગામના કલીયા કાપડીની ઉગતાની મેલડી છું. તમારા માલાએ મને કાબરી બકરીના સાટે લીધી છે. પણ માલો બીકમાં કાંઇ બોલી શકતા નથી અને મને ગામના સીમાડે રાયણના ઝાડની પોલમાં મુકી છે. સવારે વાગતા ઢોલે મને ઉકેલી ગામમાં લાવો, જો દલી તમારૂં નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ના પાડી દઉ તો હું ઉગતા પોરની મેલડી નહીં....

દલી સવારમાં ઉઠી અને માલાને કીધું કે, માલા આપણી કાબરી બકરી ખરેખર ખોવાઇ ગઇ છે કે તમે કોઇને આપી દીધી છે?? એટલે માલો રબારી બોલ્યા કે, ખોવાઇ ગઇ છે. એટલે દલી બોલ્યાં કે, તો ગામના સીમાડે રાયણના ઝાડની પોલમાં શું સંતાડીને આવ્યા છો?? એટલે માલો રબારી બોલ્યા કે, તને કેવી રીતે ખબર પડી?? દલી બોલ્યાં કે, મેલડી મને સપનામાં આવી બધી વાત માંડી છે. હવે તમે ગામમાં જઇને ઢોલ અને નગરા વાળાને લઇ આવો. આપણે વાગતા ઢોલે મેલડીને લેવા જાવું છે.

વાગતો ઢોલે ગામના સીમાડે રાયણના ઝાડની પોલમાંથી ત્રિસુલ અને ચુંદડી બહાર કાઢ્યા અને અને ઉગતાની મેલડી માલા કરોતરાને ધુણવા ઉતરી. મેલડીએ ધુણતા- ધુણતા કીધું કે, મને તમે ઉકેલી લઇ જાવ પણ આ રાયણના ઝાડે મારી એક દેરી બનાવીને અહીં દીવો ચાલું રાખજો. અને દલી અને માલો ઉગતાની મેલડીને ઉકેલી ગામમાં લાવ્યા. ઉકેલીમાં લાવવીને માલાએ તેના ઘરના પાણીયારે મેલડીને બેસાડી. અને માલો અને દલી મેલડીની ભકિત કરવા લાગ્યા.

આમ કરતા કરતા આઠ- દશ વરસ થયા એટલે માલાને કુદરતી ક્ષય રોગ થયો અને માલો માંદા પડ્યા. બે- ત્રણ મહિના માલો ખાટલામાં પડ્યા. એટલે દલી બોલ્યાં કે, માલા તમારો જીવ ક્યાં ભરાઇ ગયો છે, તમે બે-ત્રણ મહિનાથી હેરાન થાવ છો મારાથી તમારૂં દરદ જોયું જાતું નથી. એટલે માલો બોલ્યા કે, દલી તમે મને એક વેણ આપો તો મારો જીવ સદગતીએ જાશે. એટલે દલી બોલ્યાં કે, તમે જે બોલો તે વેણ તમને આપ્યું. એટલે માલો કરોતરો બોલ્યાં કે, દલી હું મરી જાવું પછી તમે બીજે ક્યાંય ઘર ના માડતાં નહીં તો મારી મેલડીની સેવા- પુજા કોણ કરશે. એટલે દલીએ માલાને વેણ આપ્યું અને માલાએ દેહ છોડી મુક્યો.

આમ દલી રબારણ મેલડીની સવાર- સાંજ પુજા કરે છે અને દિવસો પસાર કરે છે. પણ એક કાઠું વરસ આવ્યું. વરસાદ પડ્યો નહીં. એટલે ઉકેલી ગામના રબારીઓ પોતાની ગાયો, ભેસો અને બકરાં બચાવવા માટે પરદેશની વાટ પકડીને નિકળી ગયા. અને દલી રબારણ એકલાં પડ્યાં. તોય હિમ્મત કરીને દલીએ બે- ત્રણ મહિના કાઢી નાખ્યા. પણ દુષ્કાળનું દુઃખ દલી સહન ના કરી શક્યા અને ઘરમાં પોક મુકીને રડવા માંડ્યા. અને કહેવા માંડ્યા કે, માલા રબારીને આ ઘર ના છોડવાનું વેણ આપ્યું અને મેલડીએ મને આ દુષ્કાળમાં એકલી પાડી. પણ મારી ઉગતાના પોરની મેલડી આ દલી રબારણની આ બધી વાત ઘરના દરવાજાની ઇહ પાછળ ઉભા - ઉભા કાનો કાન સાંભળતાં હતાં.

દલી રબારણ રડતાં રડતા સુઇ ગયા અને રાતના બાર વાગ્યે મેલડી દલીને મળવા આવી. દલીના આંસુ લુસીને મેલડી બોલ્યાં કે, દલી ઉભાં થાવ હું માલા કરોતરાની મેલડી હાજર જ છું. એટલે દલી બોલ્યાં કે, માં આ દુકાળનું દુઃખ મારાથી સહન થતું નથી. એક પૈસાનું પણ દુધણું રહ્યું નથી. હું રબારીની દિકરી અહીં એકલી કેવી રીતે દિવસો કાઢી કરી શકું?? એટલે મેલડી બોલ્યાં કે, દલી તમે છાંના રહો હું મેલડી તમારૂં પારખું લેતી તી કે, તમે માલા રબારીને આપેલું વેણ પાડો છો કે નહીં. દલી સાંભળો કાલે સવારે આપણાં ગામની પરવાડે મારવાડાની પોઠો નિકળશે. આ મારવાડા પાસે એક ગાય છે. આ ગાય આપણે લેવાની છે.

એટલે દલી બોલ્યાં કે, મેલડી ગાય લેવાની છે એ વાત તો સાચી પણ મારી પાસે એક પૈસો પણ નથી. આ ગાય હું કેવી રીતે લઇશ. એટલે મેલડી બોલ્યાં કે, દલી તમે અહીં બેસો હું ગામમાં જઇને વાણીયાના છોકરાને વીંછી થઇને ડંખ મારૂં છું. આ વાણીયો તારી પાસે વીંછીનું ઝેર ઉતારવા આવશે. આ વાણીયાના દિકરાને લીંબડાનો ઝાળો નાખીને ઝેર ઉતારજો. પછી આ વાણીયો મારા મેલડીના નામના પાંચ રૂપિયા આપશે. આ પાંચ રૂપિયા લઇને સવારે વણઝારાની ગાય ખરીદજો. જો આ ગાયને ટંકે સવા મણ દુધ ના આપું તો મારૂં મેલડીનું વેણ છે.

અને મેલડી વાણીયાના દિકરાને ડંખ મારવા વાણીના ઘરે ઉતરી....






દલી - માલા ની ઉગતા પોરની મેલડી.....(ઉકેડી ગામની વાત) ભાગ - 3

ઉગતા પોરની મેલડી દલી રબારણને ગાયના પૈસા અપાવવા માટે વાણીયાના છોકરાને વીંછી બનીને ડંખ મર્યો. આ વાણીયો તેના રાડ બુમ પાડતા દિકરાને લઇને દલી રબારણ પાસે આવ્યો. દલીએ મેલડીના નામના લીંબ
ડાનો ઝાળો નાખીને આ દિકરાનું ઝેર ઉતાર્યું એટલે આ વાણીયાનો દિકરો રડતો સાનો રહ્યો. અને વાણીએ દલીને મેલડીના દિવાના કરીને પાંચ રૂપીયા આપ્યા.

સવારે ઉકેડી ગામમાં વણઝારાની પોઠો નીકળી. અને દલી રબારણને મેલડીએ કીધું હતું કે, આપણે વણઝારાની ગાય લેવાની છે. સવારે આ વણઝારાને જોઇને દલી બોલ્યું કે, ઓ ભાઇ આ ગાય અમારે લેવી છે. એટલે આ વણઝારો બોલ્યો કે, બુન આ ગાય તો કોઇ દિવસ વીયાતી જ નથી. તમે આ ગાય લઇને શું કરશો. એટલે દલી બોલ્યાં કે, તોય મારે આ ગાય લેવી છે. એટલે વણઝારો બોલ્યો કે, બુન આ ગાય હું મફતમાં તો નહીં આપું, આ ગાયના પાંચ રૂપીયા થાશે.. દલીએ પાંચ રૂપીયા આપીને વણઝારીની ગોરી ગાય લીધી.

પહેલા દિવસે દલી રબારણ ગાયને દોહવા બેઠાં એટલે ગાયે સવા સેર દૂધ આપ્યું, બીજા દિવસે પાંચ શેર દૂધ આપ્યું આમ કરતા કરતાં આ ગોરી ગાય ટંકે સવા મણ દુધ આપવા માંડી. અને પેલું કાઠું વરસ નીકળી ગયું અને સારૂં વરસ આવ્યું અને જે રબારીઓ પરદેશ ગયા હતા તે પાછા આવી ગયા.


ત્યારે બન્યું એવું કે, બાજુ ના ભંકોડા ગામ ના દરબાર ભુપતસંગ ની 4-5 ઘોડી એ થાન આપ્યું એટલે ભુપતસંગ એ વિચાર કર્યો કે આ વછેરા ને દૂધ ની જરૂર પડશે, ત્યારે કોઈકે કીધું કે ઉકેડી ગામ માં દલી કરી ને એક વિધવા છે ને તેની પાસે એક ગાય છે જે ટંકે 1 મણ દૂધ આપે છે..

એટલે ભુપતસંગ એ તેના માણશો ને ઉકેડી ગાય લેવા મુક્યા ને કીધું કે બાઈ વિધવા છે એટલે જેટલા રૂપિયા માંગે તે આપી દેજો.
ભુપતસંગ ના માણશો ઉકેડી ગામ માં દલી પાશે આવીને ગાય માંગી।
દલી એ કીધું કે આ ગાય કોઈને આપવાની નથી...
ભુપતસંગ ના માણશોએ કીધું કેમ ? એટલે દલી એ કીધું કે આ ગાય તોહ મારી મેલડી ની છે. એટલે આને વેચવાની નથી....
એટલે ભુપતસંગના માણશો એ દલી ને કીધું કે આમ તો રૂપિયા આપી ને ગાય લઇ જવા ની હતી....પણ તમે મેલડી નું નામ લ્યો છો ને એટલે ગાય એમને એમ લઇ જઈએ છીએ....
તમારી મેલડી ને કેજો કે ગાય લેવા ભંકોડા ગામ માં આવે...ને દલી ને ધક્કો મારી ને ગાય લઇ ગયા.
પછી દલી એ ઘરે દીવો કરી ને મેલડી ને ટહુકો પડ્યો... મેલડી આવી ને દલી ને કીધું કે, "દલી તમે શાના રહો હું આપની ગાય લેવા ભંકોડા જાવ શું."
મેલડી એ ચારણ નો અવતાર લઈને ભંકોડા ગામ માં ભુપતસંગ ના દરબાર માં પાંહોચી ને ભુપતસંગ ને કીધું કે અમે ચારણ છીએ ને આમને થોડું અફીણ જોઈએ છે.
ભુપતસંગ એ મેલડી ને 1 વાર, 2 વાર, 3 વાર એમ સતત અફીણ આપ્યા કરે છે ને મેલડી અફીણ પીધા કરે કરે છે....અફીણ ખૂટી ગયું પણ મેલડી ધરાતી નથી. ભુપતસંગ ને ખબર પડી કે આ કોઈ જોગમાયા છે, એટલે ભુપતસંગ એ પૂછ્યું કે તમે કોણ છો.?
એટલે મેલડી એ માથા ના વાળ ખંખેર્યા ને માથા માંથી 2 બિલાડી કાઢી, 1 બિલાડી રાણી મહેલ માં ગઈ ત્યાં રાણી ઓ ધુણવા માંડી ને 2જી બિલાડી ઘોડીયો ના વાળા માં ગઈ ત્યાં ઘોડીઓ માંડી પડી...
ભુપતસંગ માં મેલડી ના પગ માં પડી ગયો ને કીધું કે માં ખમૈયા કરો.... મેલડી એ કીધું કે મારી દલી ને બોલાવો ને દલી ના સામૈયા કરો ને દલી ની ગાય પછી આપો તો જ હું મેલડી પછી વળીશ...


ગુજરાત ભાર માં આવા નામ ને નમુના "માં ઉગતાની મેલડી" એ રાખ્યા છે.......








ઉજ્જૈનની મેલડી (પ્રાગટ્યની વાત)

(1)


મેલડી માતાની ઉત્પત્તીની ઘણી વાતો છે. જેમાં એક વાત હું તમારી સમક્ષ રજૂ કરૂં છું. આશા રાખું છું કે, આ વાત તમને પસંદ આવશે. આ વર્તા શરૂઆતમાં થોડીક બોરીંગ લાગશે પરંતુ પછી મજા આવશે. પ્લીઝ આખી વર્તા વાંચજો....


વર્ષો રહેલા ગુજરાતમાં ભોજાણા કરીને રાજ હતું આ ભોજાણામાં રાજા ભોજ રાજ કરતા. આ ભોજાણામાં એક અંબા કરીને બ્રાહ્મણી હતી. આ અંબાને સેર માટીની હતી. દિકરાની આશાએ અંબા રોજ મહાદેવના મંદીરે દર્શન કરવા જતી. પરંતુ આ સમયગાળામાં આ રાજમાં સાત વર્ષનો દુષ્કાળ પડ્યો. આ ભોજાણા રાજમાં એકવાર 900 સાધુઓની જમાત નીકળી હતી. આ જમાતમાં એક ઝાંઝુડી ભંગી કરીને એક મહીલા હતી. આ મહીલાને 9 મહીનો જતો હતો. આ ઝાંઝુડીએ તેના બાળકને જન્મ આપીને મહાદેવના મંદીરે દીકરાને મુકીને સાધુની જમાત સાથે ત્યાંથી નીકળી જઇ કેમ કે દુષ્કાળમાં પોતાને ખાવાના ફાંફા હતા ત્યાં આ દીકરાને શું ખવડાવે.


બીજા દિવસે સવારે અંબા શંકર ભગવાનના મંદીરે આવી ત્યારે આ ઝાંઝુડીના દીકરાને જોયો. અંબાએ વીચાર્યું કે, ભગવાનને મારા ઉપર દયા આવી અને મને દીકરો આપ્યો. આ અંબે બ્રાહ્મણી આ ઝાંઝુડી ભંગીના દીકરાને લઇને ઘરે આવી. ઘરે આવીને આ દીકરાનું નામ નૂરીયો પાડ્યું. અંબાએ આ દીકરાને સારી રીતે મોટો કર્યો. આમ કરતા કરતા આ નૂરીયો સાત વરસનો થયો. અને દુષ્કાળ પણ જતો રહ્યો અને સારું વરસ આવ્યું.


સાત વરસ પછી આ 900 સાધુની જમાત પાછી ભોજાણા ગામમાં આવી. આ જમાત ભોજાણા આવી એટલે અંબાએ આ સાધુની જમાતને જમવા માટે આમંત્રણ આપ્યું. આ જમાત અંબાના ઘરે જમવા આવી. આ જમાતમાં પેલી ઝાંઝુડી ભંગી પણ ત્યાં જમવા આવી. જમતા - જમતા ઝાંઝુડીની નજર પેલા નૂરીયા ઉપર પડી. એટલે ઝાંઝુડીએ જમવાનું પડતું મુકીને અંબાને કીધું કે, આ દીકરો તારો છે કે પછી તને ક્યાંયથી મળ્યો છે??


એટલે અંબાએ કીધું કે, આ દીકરો મને મહાદેવે આપ્યો છે. એટલે ઝાંઝુડી બોલી કે, આ દીકરો મારો છે. મને મારો દીકરો આપી છે. આમ કરતા -કરતા આ અંબા અને ઝાંઝુડી વચ્ચે બોલાચાલી થઇ. બોલાચાલી બહુ ચાલી એટલે આ ઝાઝુંડીએ ભોજ રાજાના રાજમાં ફરીયાદ કરી કે, આ અંબા પાસે મારો દીકરો છે પણ તે મને આપતી નથી.


એટલે ભોજરાજાએ કીધું કે, ઝાંઝુડી આ નૂરીયો તારો દીકરો હોય તો તારી સામે સાત કપડાના પડદા રાખીયા અને આ પડદા પાછળ આ નૂરીયાને ઉભો રાખીયે. જો આ તારો જ દીકરો હોય તો તું તારૂં થાન દબાવ અને આ સાત પડદા વચ્ચેથી તારૂ દુધ આ નૂરીયાના મોઢામાં પડે તો જ તને આ દીકરો મળશે.


એટલે ઝાંઝુડીએ તેનું થાન દબાવ્યું અને સાત પડદા ચીરીને ઝાંઝુડીનું દુઃખ નૂરીયાના મોઢામાં પડ્યું. એટલે અંબા બ્રાહ્મણીએ કીધું કે, જા નૂરીયા તારૂં નખ્ખોદ જાય. તેં મને બ્રાહ્મણીને વટલાવી નાખી. અને આ અંબા ભોજાણા ગામના ધાવડીયા નામના કુવામાં પડીને મરી જઇ. અંબાએ આત્મહત્યા કરી પણ તેનો જીવ આ કુવામાં જ રહી ગયો. બીજી બાજુ આ ઝાંઝુડી ભંગી તેના દીકરા નૂરીયાને લઇ ઉજ્જૈનમાં જતી રહી. ઉજ્જૈનમાં જઇને આ ઝાંઝુડીએ નૂરીયાને મેલીવીધ્યાનો બાદશાહ બનાવવાની તૈયારીઓ શરૂ કરી.


આ વાતને દશ વર્ષ જેટલો સમય થઇ ગયો. એક દીવસ ચોસઠ જોગણીઓ ફરતી ફરતી ગુજરાતમાં આવી અને ભોજાણા ગામ પાસેથી નીકળી. આ 64 જોગણીઓએ વીચાર કરીયો કે, આપણે ચોસઠે જોગણીઓ અહીં એક મોટું તળાવ બનાવીને સ્નાન કરીને આગળ વધીએ. અને રાતના 12 વાગ્યે આ ચોસઠ જોગણીઓએ તળાવ ખોદવાનું શરૂ કરી દીધું. થોડી વારમાં એક મોટું તળાવ બનાવી દીધું. તળાવમાં પાણી ફુટ્યું અને આખું તળાવ પાણીથી ભરાઇ ગયું. જે તળાવ અત્યારે ધનતર મેવડીના મારમાં ઘોડાસર ભંમર તળાવ તરીખે ઓળખાય છે. (આ 64 જોગણીઓના ઘોડાઓએ આ તળાવ ખોદીયું હતું એટલે આ તળાવનું નામ ઘોડાસર પડ્યું)


આ તળાવ તૈયાર થયું એટલે જોગણીઓએ વીચાર્યું કે, આપણે 64 જોગણીઓ આ તળાવમાં ન્હાવા પડીએ તો આપણા કપડા, મુગઠ અને હથીયાર કોણ સાચવશે. એટલે આ 64 જોગણીએ પોતાના શરીરનો મેલ ઉતારીને એક મેલનું પુતળું બનાવ્યું. પુતળુ બની ગયું એટલે મોટી જોગણી ભગવાનના દરબાર ગઇ અને ક્રીષ્ણ ભગવાનને કીધું કે, મારે એક જીવ ની જરૂર છે. એટલે ક્રીષ્ણ ભગવાને કીધું કે, તમે જ્યાં તળાવ બનાવો છો ત્યાં બાજુમાં એક કુવો છે. આ કુવામાં એક અંબા બ્રાહ્મણી નામની બાઇનો જીવ ફરે છે. આ જીવ તમને શંકર ભગવાનની શાખે આપ્યો.


આ જોગણી કુવામાંથી અંબા બ્રાહ્મણીનો જીવ લઇને પેલા મેલના પુતળામાં નાખ્યો. પેલું મેલનું પુતળું ઉભું થયું અને આ 64 જોગણીઓ તળાવમાં સ્નાન કરવા ઉતરી. આ 64 જોગણી સ્નાન કરીને બહાર આવી અને તેમના મારગે પડી એટલે આ મેલનું પુતળું બોલ્યું કે, ઓ બુન જોગણીઓ મારી વાત સાંભળતા જાવને...

ઉજ્જૈનની મેલડી (પ્રાગટ્યની વાત) - 2


આ 64 જોગણી ઘોડાસર ભમર તળાવમાંથી સ્નાન કરીને તૈયાર થઇને આકાશ માર્ગે જવાની તૈયાર કરી એટલે આ મેલનું પુતળું બોલ્યું કે, ઓ બોન જોગણી મારી વાત સાંભળોને તમે 64 જોગણીઓએ મને મેલના પુતળાને જીવતું કર્યું પણ હવે મારૂં કાંઇ ઠેકાણું પાડતા જાવ. એટલે જોગણી બોલી કે, ઓ મેલના પુતળા જવાય તો જાજે અને ખવાય તો ખાજે આ અસ્માલીયા ઘાંચીની 12 ઘાણીનું તેલ અને 13 મણનો ખીચડો મેલના પુતળા તને આપ્યો...


ફરી પાછું આ મેલનું પુતળું બોલ્યું કે, તમે ખાવાનું આપ્યું તે તો બરાબર પણ ખાવા ઉપર થોડો મુખવાશ આપતા જાવને....


એટલે જોગણી બોલી કે, જવાય તો જાજે અને લેવાય તો લેજે કડીના જીવણ રબારીનો બુટીયો છેલ બકરો તને આપ્યો...


વળી, મેલનું પુતળું બોલ્યું કે, તમે ખાવાનું આપ્યું અને મુખવાશ આપ્યો. આ મુખવાસ ઉપર આસી પાતળી નીશાની આપતી જાવને....


આ 64 જોગણી બોલી કે, જવાય તો જાજે અને પીવાય તો પીજે, અજુડી કલારણનો 12 ભઠીનો દારૂ અને ધોળકાની ધોળી ધોતીના ઓઢણ તને આપ્યા...જા


વળી પાછું મેલનું પુતળું બોલ્યું કે, બુન જોગણી તમે આ બધું આપ્યું પણ તમે તો 64 છો. જો તમે ચોસઠે - ચોસઠ જોગણી મને તમારૂં થોડું થોડુ સત આપો તો મારો મેલના પુતળાનો પાવર થોડો વધારે થઇ જાય.


એટલે આ 64 જોગણી બોલી કે, મેલના પુતળા સાંભળ અમારી 64 જોગણીના થોડા થોડા સત તને આપીએ છીયે પણ તું આ ઘોડાસર ભંમર તળાવની રખેવાડી કરજે. મેલના પુતળા કળયુગમાં તારા નામની જય - જય થાશે. માણસોને અમારી જરૂર પડશે પણ કદાચ અમને આવતાં મોડું થશે અમારી પહેલાં તું પહોંચી જઇશ. આવું વચન આપીને આ 64 જોગણીઓ તેમના માગરે પડી ગઇ.


મેલના પુતળામાંથી ઉત્પન્ન થઇ એટલે આનું નામ “મેલડી“ પડ્યું....


પછી આ મેલડી આ તળાવની રખેવાડી કરવા લાગી. આમ કરતા કરતા એક દિવસ મેલડીએ વીચાર કરીયો કે, લાવને આ જોગણીએ કીધું હતું કે, કડીના જીવણ રબારીનો બુટીયો છેલ બકરો લઇને આવું. મેલડી કડીમાં આવીને જીવણ રબારીના ઘરે આવી. આ જીવણ રબારી અભીમાની અને અહેંકારી હતો. મેલડી ડોસીનું રૂપ લઇને જીવણ રબારીના ઘરે આવીને ઉભી રહી. એટલે જીવણ રબારીએ તેમના કુટુંબને કીધું કે, આ ડોસીને જે ખાવાનું જોઇતું હોય તે આપી દો. એટલે આ ડોસી બોલી કે, મને કાંઇ ખાવાનું જોઇતું નથી. પણ જો આપવું હોય તો જીવણ તમારો આ બુટીયો છેલ બકરો આપો.


એટલે જીવણ બોલ્યો કે, ઓ ડોસી તારા મારગે પડી જા. આ બકરાનું નામ લીધું તો તને માર્યા વગર નહીં મુકું. આ જીવણે તેના માણસોને કીધું કે, આ ડોસીને અહીંથી ઉપાડો અને ગામના સીમાડે મુકી આવો. માણસોએ આ ડોસીને ઉપાડી અને ગામની સીમમાં મુકીને હજું પાછા આવ્યા ન્હાતા ત્યાં આ ડોસી પાછી જીવણ રબારીના ઘરે હાજર થઇ ગઇ.


ડોસી બોલ્યાં કે, જીવણ આ બુટીયો છેલ આપી દે નહીં તો કાલે સવારે જોયા જેવી થશે. જીવણો બોલ્યો કે, ડોસી અહીંથી નાસી જા. એટલે આ મેલડીએ કામણક્રીયા છોડીને જીવણ રબારીના સાત દીકરા અને સાત વહુને માર્યા. જીવણ રબારીને ખબર પડી કે, આ ડોસી કોઇ સામાન્ય ડોસી નથી.


ડોસી સવારે પછી જીવણ રબારીના ઘરે હાજર થઇ અને બોલી કે, જીવણ હજુ સમય છે આ બુટીયો છેલ મને આપી દો. પણ જીવણ હઠીલો માનતો નથી. ડોસી હું જીવણ રબારી મરી જાઉ તે હક્ક વાત છે પણ આ બુટીયો છેલ તો તને નહીં જ આપું.


બીજા દીવસે આ જીવણના શરીરમાં મેલડીના નામનું દુઃખ શરૂ થયું. આ દુઃખ જીવણથી સહન થાતુ નથી. છેલ્લે જીવણે હારીને આ ડોસીને બુટીયો છેલ બકરો આપ્યો. એટલે ડોસી બોલી કે, જીવણ આ બકરો હું એમને એમ નહીં લઉ, તારે મારો માંડવો નાખવો પડશે અને આ માંડવામાં તુ મને આ તારો બુટીયો છેલ આપ.


જીવણ રબારીએ મેલડીનો માંડવો નાખ્યો અને આ માંડવામાં મેલડીને તેનો બુટીયો છેલ આપ્યો. આ બુટીયો છેલ લઇને મેલડી બોલ્યાં કે, જીવણ તારા સાત દીકરા અને તેમની સાત વહુને સ્મશાનમાં જઇને ટહુકો પાડશે. હું મેલડી તને તારા દીકરા અને વહુઓ પાછા અપાવીશ.


પછી મેલડી આ બુટીયો છેલ લઇને અજુડી કલારણના ત્યાં ગઇ. ડોસીનો આવતાર લઇને લાકડીને ટેકે ટેકે અજુડી પાસે જઇને કીધું કે, અજુડી મને બે ગ્લાસ દારૂ આપને બુન..


એટલે અજુડી કલારણ બોલી કે, ડોસી માં તમારી મરવાની ઉંમરે દારૂ પીવા આવ્યાં છો. મારગે પડી જાઓ ડોસી બે ગ્લાસ શું દારૂનું એટ ટીંપુય તને ના આપું. એટલે આ ડોસી બોલ્યાં કે, અજુડી તારે દારૂ ના આપવો હોય તો કાંઇ નહીં પણ તારો દીકરો લાલીયો ક્યાં ગયો છે.??


એટલે અજુડી જુઠુ બોલી કે, મારો લાલીયો ચાર ધામની યાત્રા કરવા ગયો. એટલે આ ડોસી બોલ્યાં કે, ચાર ધામની યાત્રાએ ગયો હોય તો બરોબર અને જો અજુડી તારા ઘરે સૂતો હોય અને તારા દીકરાને હું સૂતો રાખું તો મને ગામના સીમાડે બોલાવવા આવજે. આવું અજુડીને કહીને આ ડોસી ત્યાંથી જતી રહી અને ગામના સીમાડે આવીને બેઠા...



ઉજ્જૈનની મેલડી (પ્રાગટ્યની વાત) 3
.
.
.
બપોર ચઢ્યો પણ આ અજુડીનો દીકરો ઘરે જાગ્યો નહીં, એટલે અજુડી કલારણે તેના ખાટલે જઇને જોયું તો તેનો દીકરો મરતુક પામ્યો હતો. અજુડીને પેલી ડોસીની વાત યાદ આવી. એટલા આ અજુડી કલારણ દારૂના બે ગ્લાસ ભરીને ગામના સીમાડે આવી. ગામના સીમાડે આ ડોસી બેઠા હતાં. આ અજુડીને સમજતાં વાર ન લાગી. અજુડી આ ડોસીના પગમાં પડી ગઇ અને બોલી કે, ડોસીમાં મારા દીકરાને જીવતો કરો. મેલડીએ દારૂનો પ્યાલો લઇને અજુડીના દીકરાને જીવતો કર્યો. અને કીધું કે, હું પીરરીયા પ્રભાતની મેલડી છું. અજુડી હું જ્યારે તને યાદ કરૂં ત્યારે તારે મને તારે તારી 12 ભઠ્ઠીના દારૂની આહૂતિ આપવી પડશે. આમ કહીને આ ડોસી ત્યાંથી નીકળી ગઇ.


વળતાં આવતા- આવતા આ ઘોડાસર ભમ્મર તળાવની બાજુના કુવા પાસેથી આ ડોસી નીકળ્યાં. એટલે ડોસીએ જોયું કે, એક ડોસી, ડોસો અને તેનો છોકરો કાળા પાણીએ રડતા હતા. આ ત્રણેયને રડતા જોઇને મેલડી બોલ્યાં કે, તમે કેમ રડો છો. એટલે આ ત્રણેયે કીધું કે, કાલે સવારે અમારા ઘરનો વારો છો. કાલે ઉજ્જૈનના નૂરીયા ને અમારે 100 મણ ટોઠા, 1 બોટલ દારૂ અને અમારા એકના એક દીકરાનો ભોગ આપવાનો છે. એટલે ડોસી બોલ્યાં કે, તમારા દીકરા સાથે હું પણ જઇશ. એટલે આ ત્રણેય બોલ્યાં કે, તમો કોણ છો?. એટલે આ ડોસી બોલ્યાં કે, હું ઉગતાના પોરની મેલડી છું. જો આ નૂરીયા જોધાની વદા તોડ્યા વગર રહૂં તો મારૂં પીરીયા પ્રભાતની મેલડીની નઇ....


સવારે 100 મણ ટોઠા, એક દારૂની બોટલ અને આ દીકરો ગાડામાં બેઠા. સાથે આ મેલડી પણ ડોસીનો અવતાર લઇને ગાડામાં આવી. ગાડુ ઉજ્જૈનના મારગે પડ્યું. ઉજ્જૈન આવ્યું એટલે આ મેલડી બોલ્યાં કે, દીકરા તું અહીં ઉતરી જા. હું નૂરીયા પાસે આ 100 મણ ટોઢા, દારૂની બોટલ લઇને જાઉ છું.


આ નૂરીયો મેલી વીધ્યાનો બાદશાહ હતો. ઉજ્જૈન ઉપરથી નીકળતા દેવી- દેવતાઓની આ નૂરીયો મેલી વીધ્યાથી પરીક્ષા લેતો. અને હેરાન કરતો. આ નૂરીયાથી લોકો તો ઠીક પરંતુ દેવી- દેવતાઓ પણ ત્રાસી ગયા હતા. અને આ નૂરીયા પાસે પહોંચવા માટે તેની ચાર ચોકીઓ હતી. (1) લાલવાદી- ફુલવાદીની ચોકી, (2) ખીમલો ભુતની ચોકી, (3) ગલકા ડોસીની ચોકી અને (4) ઝાંઝુડી ઝોપડી ની ચોકી. આ ચાર ચોકી પાર કરીને જ નૂરીયા સુધી પહોંચી શકાય.


આ ડોસી નૂરીયાની પહેલી ચોકી એટલે લાલવાદી- ફુલવાદીની ચોકીએ આવ્યા. આ બન્ને વાદીઓએ આ ડોસીને રોકી અને પૂછ્યું કે, ડોસીમાં તમારે ક્યાં જવું છે. એટલે ડોસી બોલ્યાં કે, મારે નૂરીયાને મળવા જવું છે. એટલે આ વાદી બોલ્યાં કે, એમ તમને નૂરીયા પાસે ના જવા દેવાય. એટલે મેલડી બોલ્યાં તો તમારી ચોકી મુકો. હુ હટાવી દઉ તો તમારે મને જવા દેવી પડશે... એટલે લાલવાદી- ફુલવાદી બોલ્યા કે, અમારી પાસે એક 73 મણનો લોખંડનો ધોકો છે, આ ધોકો હટાવી દો તો તમને નૂરીયા પાસે જવા દઇએ.


આ વાદીએ 73 મણનો ધોકો રસ્તા ઉપર મુક્યો એટલે આ ડોસીને ડાબા પગના એક જ ઠેબે આ 73 મણનો ધોકાને ખસેડી દીધો અને આ બન્ને વાદીઓને મેલડીએ તેની ખખડેલી લાકડી પકડાવી દીધી. આ વાદીઓ આ લાકડીનો ભાર ખમી શક્યા નહીં. અને મેલડીની લાકડી સાથે ચોટી ગયા.


બીજી ચોકી એટલે કે, ખીમલા ભુત (ભુતીયા વડ)ની ચોકીએ મેલડી આવી. એટલે આ ખીમલા ભુતે આ ડોસીને રોક્યાં અને પૂછ્યું કે, ડોસી ક્યાં ચાલ્યા આવો છો. અને આ લાલવાદી- ફુલવાદી ક્યાં મરી ગયા કે તમને અંદર આવવા દીધા. એટલે મેલડી બોલ્યાં કે, હું નૂરીયાને મળવા આવી છું. મને જવા દો. એટલે ખીમલો ભુત બોલ્યો કે, ડોસીમાં અહીંથી પાછી જતી રે. તને નૂરીયા પાસે તો ના જાવા દઉ. પછી મેલડી બોલ્યાં કે, ખીમલા તુ ભલે મને નૂરીયા પાસે ના જાવા દે પણ તારા માટે હું પાલનપુરનો ગાંજો લાવી છું. લે આ સલમ અને બે ફુંક માર. આ ખીમલે વીચાર્યું કે, આ સલમમાં છું છે. ખીમલે સલમની બે ફુંક મારી કે, ખીમલાને છ મહીનાના ઘેનમાં મેલડીએ ઉતારી દીધો. અને આ ડોસી ત્યાંથી નીકળી ત્રીજી ચોકી એટલે કે, ગલકા ડોસીની ચોકીએ આવી.


ગલકા ડોસીએ મેલડીને રોકી અને પૂછ્યું કે, તમે ક્યાંથી આવો અને તમારે ક્યાં જવું છે. એટલે આ ડોસી બોલ્યાં કે, હું ગુજરાતથી આવું છું અને મારે નૂરીયાને મળવા જાઉ છે. એટલે આ ગલકા ડોસી બોલ્યાં કે, બેન હું નૂરીયાને પૂછી લઉ પછી તમે નૂરીયાને મળો. એટલે મેલડી બોલ્યાં કે, નૂરીયા પછી પૂછજો પહેલા હું તમારા માટે ગુજરાતની છીકણી લાવી છું. એટલે આ ગલકા ડોસીએ મેલડીની છીકણી મોંઢામાં મુકી કે, આ ગલકા ડોસીને 3 વરસની ઢીંગલી બનાવી દીધી. અને કીધું કે, ગલકા ડોસી અહીં બેસો હું વળતી આવીને તમને છોડીશ. અને મેલડી નૂરીયાની ચોથી ચોકીએ આવી ઉતરી.


આ ચોથી ચોકી નૂરીયાના માં ઝાંઝુડી ઝોપડીની હતી. આ ઝાંઝુડી ઝોપડીએ મેલડીને ચોથી ચોકીએ રોકી. એટલે મેલડીએ ઝાંઝુડીને વાતે વાળીને કીધું કે, ઝાંઝુડી તું ભલે 900 સાધુની નાત સાથે ગુજરાતભરમાં ફરી હોય પણ તે મહીસાગરનો મેવો નહીં કાધો હોય. જો ઝાંઝુડી તારે મેવો ખાવો હોય બોલ. ઝાંઝુડીએ માવો ખાધો અને મેલડીએ ઝાંઝુડીને સ્વર્ગના મારગે મોકલી દીધી. અને નૂરીયાને મેલડીએ લલકાર્યો.


મેલડીએ વીચાર્યું કે, નૂરીયાને જો એમને એમ મારી નાખું તો મને મેલડીને કોણ ઓળખશે. એટલે મેલડી બોલી કે, નૂરીયા તારી જેટલી મેલી વીધ્યા હોય એટલી મારા ઉપર અજમાવ. તારી બધી મેલી વીધ્યાનો જવાબ તને હું ઉગતાની મેલડી ના આપું તો મને કહેજે... અને ઉજ્જૈના પાદરમાં મેલડી અને નૂરીયાની વચ્ચે મેલી વધ્યાની રમત ચાલુ થઇ. આ મેલડી અને નૂરીયાની રમત જોવા 33 કરોડ દેવી- દેવતાઓ ઉમટ્યા હતા.





ઉજ્જૈનની મેલડી (પ્રાગટ્યની વાત) - 4
.
.


મેલડી અને નૂરીયા વચ્ચે ઉજ્જૈનના પાદરમાં મેલી વીધ્યાની રમત ચાલુ થઇ. આ રમતમાં મેલડીએ પહેલો દાવ નૂરીયાને આપ્યો. એટલે નૂરીયે કામણક્રીયા કરને એક 500 મણનો લોખંડની અણીવારો કોરડો (ચાબુક) બનાવ્યો. અને કીધું કે, ડોસી હું તને આ બે કોરડા મારૂં જો તું બચી જાય તો બીજી રમત ચાલુ કરીએ. એટલે આ નુરીયે આ ડોસીને બે કોરડા માર્યા પણ ડોસીને જાણે કાંઇ અસર જ ન થઇ હોય તેમ ખડખડાટ હસવા માંડી. અને પછી મેલડીએ બોલી કે, હવે નૂરીયો મારો વારો. અને મેલડીએ એક નાની એવી ખખડેલી લાકડી નૂરીયાના બઇડા ઉપર મારી અને નૂરોયોના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. એટલે આ નૂરીયો ઓળખી ગયો કે, આ ડોસી કોઇ સામાન્ય નથી.


પછી નૂરીયો બોલ્યો કે, ડોસી મારી બીજી રમત જો. અને નૂરીયે મેલી વીધ્યાથી એક લોખંડનો ગોળો બનાવ્યો. આ ગોળાની નીચે અગ્ની પ્રગટાવી. અને ડોસીને કીધું કે, ડોસી તું આ ગોળાની અંદર સાડા ત્રણ દીવસ રહીને બતાવ. એટલે મેલડી આ નૂરીના બનાવેલા ગોળામાં ઉતરી. સાડા ત્રણ દીવસ પછી નૂરીયાને એમ થયું કે, આ ડોસી મરી ગઇ હશે. પણ નૂરીયે જેવો આ ગોળો ખોલ્યો તો ડોસી બોલી કે, નૂરીયા તારી ત્રીજી રમત અજમાવ. મારે ડોસીને તારી ત્રીજી રમત જોવી છે.


એટલે નૂરીયાને નક્કી થઇ ગયું કે, આ કોઇ દેવી છે. મને માર્યા વગર નહીં મુકે. એટલે નૂરીયે તેની ત્રીજી રમત અજમાવી. અને એક મરેલી ગાય લઇ આવ્યો. અને ડોસીને કીધું કે, ડોસી આ ગાયના પેટના પીંજરામાં એક દીવસ રહીને બતાવ. નુરીયાને એમ કે કોઇ દેવી હશે તો આ મરેલી ગાયના પેટમાં નહીં ઉતરે. પણ મેલડીએ અજુડી કલારણને યાદ કરીને અને અજુડીએ મેલડીને દારૂની અાહૂતી આપી. મેલડી દારૂ પીને મરેલી ગાયના પેટમાં ઉતરી. એક દીવસ પછી મેલડી આ ગાયના પેટમાંથી નીકળી અને બોલી કે, દીકરા નૂરીયા તારી બીજી મેલી વીધ્યા મારી ડોસી ઉપર ચલાવ.


નૂરીયો બોલ્યો કે, હવે મારી પાસે કોઇ મેલી વીધ્યા નથી. અને નૂરીયો ડોસીની નજીક આવ્યો અને ડોસીને છેતરીને છરીનો ઘા મારવા ગયો ત્યાં મેલડીએ તેને પછાડ્યો. અને તેની છાતી ઉપર એક લાત મારી કે, નૂરીયાને પાતાળમાં ઉતારી દીધો. અને નૂરીયાને મેલડી માર્યો. પછી મેલડી ઉજ્જૈનના કાંગરે બેઠી. ત્યારથી આ મેલડી ઉજ્જૈનના ઝંડાની મેલડી કહેવાણી...

Photo: ઉજ્જૈનની મેલડી (પ્રાગટ્યની વાત) - 4
.
.

મેલડી અને નૂરીયા વચ્ચે ઉજ્જૈનના પાદરમાં મેલી વીધ્યાની રમત ચાલુ થઇ. આ રમતમાં મેલડીએ પહેલો દાવ નૂરીયાને આપ્યો. એટલે નૂરીયે કામણક્રીયા કરને એક 500 મણનો લોખંડની અણીવારો કોરડો (ચાબુક) બનાવ્યો. અને કીધું કે, ડોસી હું તને આ બે કોરડા મારૂં જો તું બચી જાય તો બીજી રમત ચાલુ કરીએ. એટલે આ નુરીયે આ ડોસીને બે કોરડા માર્યા પણ ડોસીને જાણે કાંઇ અસર  જ ન થઇ હોય તેમ ખડખડાટ હસવા માંડી. અને પછી મેલડીએ બોલી કે, હવે નૂરીયો મારો વારો. અને મેલડીએ એક નાની એવી ખખડેલી લાકડી નૂરીયાના બઇડા ઉપર મારી અને નૂરોયોના મોઢામાંથી ચીસ નીકળી ગઇ. એટલે આ નૂરીયો ઓળખી ગયો કે, આ ડોસી કોઇ સામાન્ય નથી.  

પછી નૂરીયો બોલ્યો કે, ડોસી મારી બીજી રમત જો. અને નૂરીયે મેલી વીધ્યાથી એક લોખંડનો ગોળો બનાવ્યો. આ ગોળાની નીચે અગ્ની પ્રગટાવી. અને ડોસીને કીધું કે, ડોસી તું આ ગોળાની અંદર સાડા ત્રણ દીવસ રહીને બતાવ. એટલે મેલડી આ નૂરીના બનાવેલા ગોળામાં ઉતરી. સાડા ત્રણ દીવસ પછી નૂરીયાને એમ થયું કે, આ ડોસી મરી ગઇ હશે. પણ નૂરીયે જેવો આ ગોળો ખોલ્યો તો ડોસી બોલી કે, નૂરીયા તારી ત્રીજી રમત અજમાવ. મારે ડોસીને તારી ત્રીજી રમત જોવી છે. 

એટલે નૂરીયાને નક્કી થઇ ગયું કે, આ કોઇ દેવી છે. મને માર્યા વગર નહીં મુકે. એટલે નૂરીયે તેની ત્રીજી રમત અજમાવી. અને એક મરેલી ગાય લઇ આવ્યો. અને ડોસીને કીધું કે, ડોસી આ ગાયના પેટના પીંજરામાં એક દીવસ રહીને બતાવ. નુરીયાને એમ કે કોઇ દેવી હશે તો આ મરેલી ગાયના પેટમાં નહીં ઉતરે. પણ મેલડીએ અજુડી કલારણને યાદ કરીને અને અજુડીએ મેલડીને દારૂની અાહૂતી આપી. મેલડી દારૂ પીને મરેલી ગાયના પેટમાં ઉતરી. એક દીવસ પછી મેલડી આ ગાયના પેટમાંથી નીકળી અને બોલી કે, દીકરા નૂરીયા તારી બીજી મેલી વીધ્યા મારી ડોસી ઉપર ચલાવ.

નૂરીયો બોલ્યો કે, હવે મારી પાસે કોઇ મેલી વીધ્યા નથી. અને નૂરીયો ડોસીની નજીક આવ્યો અને ડોસીને છેતરીને છરીનો ઘા મારવા ગયો ત્યાં મેલડીએ તેને પછાડ્યો. અને તેની છાતી ઉપર એક લાત મારી કે, નૂરીયાને પાતાળમાં ઉતારી દીધો. અને નૂરીયાને મેલડી માર્યો. પછી મેલડી ઉજ્જૈનના કાંગરે બેઠી. ત્યારથી આ મેલડી ઉજ્જૈનના ઝંડાની મેલડી કહેવાણી...

(...સમાપ્ત)

#HARESH
@Haresh Vankar








આજથી આશરે દોઢસો વરસ પહેલાંની વાત છે. એ વખતે સરાની વસ્તી ત્રણસો ખોરડાની હતી. આધારે આલમ રહે. ગામબહાર એક વાઘરી કુટુંબ શાક-બકાલુંનો વાડો કરી ગુજરાન ચલાવે. એવામાં માતાજીનાં નોરતાં આવ્યા. વાઘરી પાસે મેલડી હતી. મેલડીને ભોગ અને નૈવેદ્ય ધરાવવા વાઘરી બિચારા પાસે પૈસા નહિ. હવે શું કરવું ? વાઘરીએ વિચાર કર્યો, 'લાવ, શેઠ આંબા ખીમા પાસે જાઉં.' આંબા ખીમાણી સારામાં નાનકડી હાટડી. થોડા ઘણા વેપારમાં એ વાણિયાનું ગાડું ચાલે. વાઘરી જઈ શેઠને કરગરવા લાગ્યો : "શેઠ, ગમે તેમ કરો, મારે મેલડી માના નૈવેદ્ય કરવા છે. મને થોડા રૂપિયા ઉછીના આપો."
વાણીયો દયાળુ હતો. એને વાઘરીની વાત સાચ્ચી લાગી. પૂછ્યું. "કેટલા રૂપિયા જોઈએ છે ?" વાઘરીએ બધી ગણતરી કરાવી, બસ્સો ને દસ રૂપિયા ઉછીના લીધા. નૈવેદ્ય રંગેચંગે થઇ ગયા. દિવસો વીતવા લાગ્યા. વાણીયો રૂપિયાની ઉઘરાણી કરવા લાગ્યો. વાઘરી પાસે વાણીયાને દેવાના પૈસા થાય નહિ. વાઘરી મુન્જાયો : 'અરેરે ! માતાજીના કામમાં મને શેઠે પૈસા આપ્યા. બે મહિના પછી બીજા નોરતાં આવશે. શેઠને દેવાના પૈસા થતા નથી મારે એને શું મોઢું બતાવવું ?' આમ વિચારી વાઘરીએ સરા ગામ છોડીને ભાગી જવાનો વિચાર કર્યો.
એક રાતે આખું કુટુંબ કચ્ચા-બચ્ચા સાથે નીકળી ગયું. કુદરતને કરવું તે શેઠ ક્યાંક બહાર ગયેલા, ઘણું મોડું થઇ ગયું, આવતા હતા, પાદરમાં વાઘરીને સામા ભટકાયા. વાણીયો સમજી ગયો કે વાઘરી મારા રૂપીઅં ખોટા કરીને જાય છે. વાણીયાએ કહ્યું : "મારા રૂપિયાનાં બદલામાં તું કંઇક મને આપતો જા. ચીજ-વસ્તુ, ઘરેણા કંઈપણ."
વાઘરી પાસે તો પહેર્યા કપડા સિવાય કશું હતું નહિ. એણે કહ્યું : "શેઠ, બીજું તો મારી પાસે કઈ નથી. આ ટોપલામાં મારી મેલડી છે. કહેતા હો તો આપતો જાઉં." વાણીયો કહે, "ભલે એમ કર."
વાઘરીએ મેલડી વાણીયાને આપી દીધી. વાણીયો ખૂબ ડાહ્યો હતો. રાતે હાટડી ખોલી. અડધા-અડધ વારનાં ત્રણ કપડા - એક લાલ, બીજું સફેદ ને ત્રીજું પીળું - લઇ તેને ઘરમાં મેલડી માની પધરામણી કરી. ઘરના બધા પગે લાગ્યા. વાણીયાએ માને કહ્યું : "હે મેલડી ! વાઘરી જે ધરાવતો, એ હું નહિ ધરાવી શકું. હું આપની સેવા-પૂજા મારી રીતે કરીશ. તે સ્વીકારી આશીર્વાદ આપજો."
પછી તો વાણીયાને ધંધામાં બરકત વધી. વેપાર વધ્યો. માટીના ઘરની જગ્યાએ બંગલો થયો. મોટી દુકાન થઇ. વાણીયાની જાહોજલાલીનો પાર ન રહ્યો. આજે પણ આંબા ખીમજીની પેઢીઓ સિંગાપુર, હોંગકોંગ, જાપાન, અમેરિકામાં મની-એક્સચેન્જનો ધંધો કરે છે.
આંબા ખીમજીની ચોથી પેઢી હાલ છે. જેને કરોડોના ખર્ચે મેલડી માઈ મંદિર બંધાવ્યું છે. ધર્મશાળાઓ અને જમવાની સુવિધા કરી છે. આજે પણ મંદિરમાં દાણા જોવાય છે. શની-રવિ-સોમ ત્રણ દિવસ દાણા જોવાય છે. દાણા જોવડાવનારને નંબર આપવામાં આવે છે. બે-ત્રણ દિવસે વારો આવે છે. ત્યાં સુધી માતાજીના મહેમાન તરીકે બધી જ સગવડ મફતમાં મળે છે. જે વાઘરીની મેલડી હતી, એની પણ ચોથી પેઢી સરામાં છે.
મેલડી માના ઉતાર કરવા ઉપર તેમનો હક્ક છે. વાઘરી કુટુંબ પણ કરોડપતિ છે. દાણા જોવાનો રૂમ Air-conditional બનાવેલ છે. માં વાંજીયાને દીકરા, નિર્ધનને ધન, યશ, કીર્તિ આપે છે. 

No comments:

Post a Comment